Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO: High-profile meeting of International Cricket Council to be held in Ahmedabad during IPL final weekend

VIDEO: IPLના ફાઈનલ વીકેન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની હાઈપ્રોફાઈલ બેઠક અમદાવાદમાં યોજાશે

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

IPLના ફાઈનલ વીકેન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની એક હાઈપ્રોફાઈલ બેઠક અમદાવાદમાં યોજાવાની વિગતો સામે આવી છે. 21 મેએ આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગ થશે, જ્યારે 30 અને 31 મેએ ICC બોર્ડની મુખ્ય બેઠક અમદાવાદમાં જ રૂબરૂ યોજવામાં આવશે. આ હાઈપ્રોફાઈલ બેઠક પહેલા સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી  ભારત આવશે કે નહીં? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ જોતાં મોહસિન નકવીની અમદાવાદમાં હાજરી અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરાઈ રહી છે. સામાન્ય રીતે પીસીબી ચેરમેન આઈસીસી બોર્ડની બેઠકમાં રૂબરૂ ભાગ લેતા હોય છે, જોકે વર્તમાન સ્થિતિમાં નકવી ભારત આવશે કે ઓનલાઈન જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

App Store