Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India's assistant coach quits his post, will now join this IPL team

VIDEO: ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચે પોતાનું પદ છોડ્યું, હવે આ IPL ટીમ સાથે જોડાશે

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા હવે ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCIએ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત પણ કરી છે. આ દરમિયાન, ભારતીય ટીમ અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે ટીમ છોડી દીધી છે. એવી અપેક્ષા છે કે તે આગામી વર્ષે IPLમાં ટીમ સાથે જોવા મળશે.

App Store

ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન BCCIને જણાવ્યું હતું

રાયન ટેન ડોશેટે ઘણા સમયથી ભારતીય ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે સંકળાયેલો હતો. જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર હતી, ત્યારે એવું બહાર આવ્યું હતું કે રયાન ટેન ડોશેટે ઝિમ્બાબ્વે સિરીઝ પછી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન, એક અહેવાલમાં જણાવાયું છે કે ડોશેટે હવે KKRના કોચિંગ સ્ટાફમાં જોડાઈ રહ્યો છે અને આવતા વર્ષે ટીમ સાથે જોવા મળશે.

રયાન ટેન ડોશેટે નેધરલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યો છે

રયાન ટેન ડોશેટે 2024માં ભારતીય ટીમમાં જોડાયો હતો. તે નેધરલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી જ્યારે ભારતીય ટીમનો હેડ કોચ બદલાયો, ત્યારે રયાન ટેન ડોશેટ પણ ટીમમાં જોડાયો. ડોશેટનું કામ ભારતીય ટીમની બેટિંગ અને ફિલ્ડિંગ સુધારવાનું હતું, અને તે આમ કરવામાં મોટાભાગે સફળ રહ્યો.

પહેલા પણ KKR સાથે સંકળાયેલો છે

જ્યાં સુધી KKRની વા થાય છે, તે પહેલા પણ તેની સાથે સંકળાયેલો છે. 2012 અને 2014માં KKR એ IPL ટાઈટલ જીત્યું ત્યારે તે ટીમ સાથે હતો. તેને ટીમ સાથે ખેલાડી તરીકે જોવામાં આવ્યો હતો. આ પછી, 2022માં, તે ટીમનો ફિલ્ડિંગ કોચ બન્યો, જે ભૂમિકા તેણે 2024 સુધી નિભાવી.

એશિયા કપ અને ICC T20 વર્લ્ડ કપ જીતવામાં પણ સફળ

આ દરમિયાન, રયાન ટેન ડોશેટના કાર્યકાળ દરમિયાન, ભારતે 2025માં એશિયા કપ જીત્યો. ત્યારબાદ, તેણે 2026માં ICC T20 વર્લ્ડ કપ પણ જીત્યો. જોકે, આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમે ટેસ્ટમાં સારું પ્રદર્શન નહતું કર્યું. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હારી ગઈ.