VIDEO: દિલ્હી સામે કોલકાતાની જીત સાથે આ 3 ટીમનું બહાર થવું લગભગ નિશ્ચિત, IPL 2026ના પ્લેઓફની રેસ બની રસપ્રદ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવીને IPL 2026 ના પ્લેઓફના સમીકરણોમાં રોમાંચક વળાંક લાવી દીધો છે. આ જીત સાથે કેકેઆર હજુ પણ રેસમાં જીવંત છે, જ્યારે દિલ્હી સહિત અન્ય ત્રણ ટીમો માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. અજિંક્ય રહાણેની આગેવાનીમાં કોલકાતાએ જીતનો ચોગ્ગો ફટકારીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. 11 મેચમાં 14 અંક સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ ટોપ પર છે.
મોટા ઉલટફેર: દિલ્હી કેપિટલ્સ (DC), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફ હવે દૂરનું સપનું જણાય છે.
તમામ ટીમોના પ્લેઓફ સમીકરણો પર એક નજર
1. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH):
સ્થિતિ: 11 મેચમાં 14 અંક સાથે ટેબલમાં મોખરે.
સમીકરણ: પ્લેઓફમાં જગ્યા પાકી કરવા માટે બાકીની 3 મેચમાંથી 1 જીતવી જરૂરી છે. તેમની નજર ક્વોલિફાયર-1 રમવા માટે ટોપ-2માં રહેવા પર હશે.
બાકી મેચ: GT, CSK, RCB.
2. પંજાબ કિંગ્સ (PBKS):
સ્થિતિ: 10 મેચમાં 13 અંક.
સમીકરણ: શરૂઆતમાં 7 માંથી 6 મેચ જીતનાર પંજાબ અત્યારે લય ગુમાવી બેઠું છે. પ્લેઓફ માટે બાકીની 4માંથી 2 જીત મેળવવી પડશે.
બાકી મેચ: DC, MI, RCB, LSG.
3. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB):
સ્થિતિ: 10 મેચમાં 12 અંક.
સમીકરણ: પાછલી બે મેચ હારવા છતાં તેમની સ્થિતિ વધુ ખરાબ નથી. બાકીની 4માંથી 2 જીત તેમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે.
બાકી મેચ: MI, KKR, PBKS, SRH.
4. રાજસ્થાન રોયલ્સ (RR):
સ્થિતિ: 10 મેચમાં 12 અંક.
સમીકરણ: છેલ્લી 6માંથી 4 મેચ હાર્યા બાદ રાજસ્થાનને ફરી વિજયપથ પર આવવું પડશે. પ્લેઓફ માટે 4માંથી 2 મેચ જીતવી અનિવાર્ય છે.
બાકી મેચ: GT, DC, LSG, MI.
5. ગુજરાત ટાઇટન્સ (GT):
સ્થિતિ: 10 મેચમાં 12 અંક.
સમીકરણ: શુભમન ગિલની ટીમ જીતની હેટ્રિક સાથે જોરદાર કમબેક કરી ચૂકી છે. પ્લેઓફ માટે તેમને 4માંથી 2 જીતની જરૂર છે.
બાકી મેચ: RR, SRH, KKR, CSK.
6. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK):
સ્થિતિ: 10 મેચમાં 10 અંક.
સમીકરણ: શરૂઆતની ત્રણ હાર બાદ ચેન્નાઈએ વળતી લડત આપી છે. તે તમામ 4 મેચ જીતીને મહત્તમ 18 અંક મેળવી શકે છે, પણ એક ભૂલ તેમને ભારે પડી શકે તેમ છે.
બાકી મેચ: 2 (LSG), SRH, GT.
7. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR):
સ્થિતિ: 10 મેચમાં 9 અંક.
સમીકરણ: શરૂઆતની 6માંથી 5 મેચ હાર્યા બાદ સતત 4 જીત સાથે KKR રેસમાં છે. બાકીની 4 મેચ જીતીને તેઓ 17 અંક સુધી પહોંચી શકે છે.Chennai Super Kings
બાકી મેચ: RCB, GT, MI, DC.
કોણ લગભગ બહાર છે?
દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો આ ટીમો બાકીની તમામ મેચ જીતે તો પણ તેઓ મહત્તમ 14 અંક સુધી જ પહોંચી શકે છે, જે આ સિઝનની સ્પર્ધા જોતા પ્લેઓફ માટે પૂરતા નથી.

