Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 Kolkata Knight Riders vs Sunrisers Hyderabad match preview

VIDEO: KKR vs SRH / જીતનું ખાતું ખોલવા મેદાનમાં ઉતરશે કોલકાતા અને હૈદરાબાદ, બેટિંગ અને બોલિંગમાં દેખાડવું પડશે દમ

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બે ટીમો, સમાન શરૂઆત અને સમાન ભાગ્ય. સનરાઈઝર્સ હૈદરાબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સિઝનની શરૂઆતમાં 200થી વધુ રન બનાવવા છતાં, સરળતાથી હારી ગયું. બીજી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે 200 રનનો આંકડો પાર કરવા છતાં તેને ડિફેન્ડ ન કરી શક્યું.

App Store

બેંગલુરુ અને મુંબઈ બંનેએ માત્ર ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ અને કોલકાતા બંને માટે હારનું મુખ્ય કારણ તેની નબળી બોલિંગ હતી. હવે બંને ટીમો આજે (2 એપ્રિલ) ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટમાં પોતાનું ખાતું ખોલવાના ઈરાદા સાથે ટકરાશે. કોલકાતા અને હૈદરાબાદ અત્યાર સુધી 30 મેચ રમી ચૂક્યા છે, જેમાં કોલકાતા 20 મેચ જીત્યું છે અને હૈદરાબાદને 10 મેચમાં જીત મળી છે. આ આંકડાઓને જોતા કોલકાતાનું પલડું ભારે લાગે છે.

બોલર પર નજર

મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાથી અને હર્ષિત રાણા તેમજ મથીશા પથિરાનાને ઈજા થવાથી કોલકાતાની ફાસ્ટ બોલિંગ નબળી પડી હોવાની અટકળો પહેલી મેચમાં સાચી સાબિત થઈ હતી. તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરનાર ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાની કે વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી કંઈ ખાસ ન કરી શક્યા.

સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા ઉત્તમ સ્પિનર્સ પણ નિષ્ફળ ગયા. હૈદરાબાદનું પણ એવું જ પરિણામ આવ્યું. જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ, ઈશાન મલિંગા અને હર્ષ દુબે 200 પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શક્યા. ડેવિડ પાઈને બે વિકેટ લીધી હતી, પરંતુ તે ટીમને જીત ન અપાવી શકી. બંને ટીમોના બોલર્સે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ જીતવા માટે સખત મહેનત કરવી પડશે.

મજબૂત બેટિંગ

પહેલી મેચમાં 200થી વધુનો સ્કોર દર્શાવે છે કે બંને ટીમોની બેટિંગ કેટલી મજબૂત છે. છેલ્લી કેટલાક સિઝનથી ઓપનિંગ જોડી સાથે સંઘર્ષ કરી રહેલા KKRને કેપ્ટન અજિંક્ય રહાણે અને એલન ફિનના રૂપમાં સારો વિકલ્પ મળ્યો છે. બંનેએ પ્રથમ મેચમાં મજબૂત શરૂઆત આપી હતી. મેનેજમેન્ટ તેમની પાસેથી સતત સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. વિકેટકીપર બેટ્સમેન તરીકેની તેની નવી ભૂમિકામાં અંગક્રિશ રઘુવંશીએ પણ અડધી સદી ફટકારીને પોતાની જરૂરિયાત દર્શાવી હતી. રિંકુ સિંહ પણ પહેલી મેચમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. જોકે, તેને વધુ ઝડપથી રમવાની જરૂર પડશે. તેવી જ રીતે, પહેલી મેચમાં નિષ્ફળ રહેલા કેમેરોન ગ્રીન પાસેથી પણ મજબૂત ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે.

હૈદરાબાદ માટે ઈજાગ્રસ્ત નિયમિત કેપ્ટન પેટ કમિન્સના સ્થાને ટીમનું નેતૃત્વ કરી રહેલા ઈશાન કિશનએ શાનદાર 80 રનની ઈનિંગ રમીને T20 વર્લ્ડ કપનું ફોર્મ જાળવી રાખ્યું હતું. હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા પહેલી મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેઓ ઈડન ગાર્ડન્સમાં સારું પ્રદર્શન કરી શકે છે. હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીની હાજરી હૈદરાબાદના મજબૂત મિડલ ઓર્ડરને દર્શાવે છે.

IPL 2026 માટે બંને ટીમો

કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), ફિન એલન, તેજસ્વી દહિયા, મનીષ પાંડે, રોવમન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, સાર્થક રંજન, ટિમ સાઈફર્ટ, રાહુલ ત્રિપાઠી, દક્ષ કામરા, કેમેરોન ગ્રીન, સુનીલ નારાયણ, રચિન રવિન્દ્ર, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, વૈભવ અરોરા, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની, નવદીપ સૈની, પ્રશાંત સોલંકી અને ઉમરાન મલિક.

સનરાઈઝર્સ હૈદરાબાદ: ઈશાન કિશન (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, આર. સ્મરણ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાયડન કાર્સ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ઝીશાન અંસારી, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, સલિલ અરોરા, શિવાંગ કુમાર, ઓમકાર ટારમાલે, ક્રેન્સ ફુલેત્રા, પ્રફુલ હિંગે, અમિત કુમાર, સાકિબ હુસૈન, જેક એડવર્ડ્સ અને પેટ કમિન્સ.