મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025: રોહિત શર્મા શું મુંબઇ ઇન્ડિયન્સ છોડશે? ફ્રેન્ચાઇઝીએ આપ્યું નિવેદન

IPL 2025ને લઈને મેગા ઓક્શન પહેલા સતત નવા નવા સમાચાર આવતા રહે છે. આ વખતની

IPL 2025: રોહિત શર્મા શું મુંબઇ ઇન્ડિયન્સ છોડશે? ફ્રેન્ચાઇઝીએ આપ્યું નિવેદન

IPL 2025ને લઈને મેગા ઓક્શન પહેલા સતત નવા નવા સમાચાર આવતા રહે છે. આ વખતની સિઝન અગાઉ આ વર્ષના અંતમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં તમામ ટીમો કેટલાક ખેલાડીઓને રિટેન કરશે અને બાકીના ખેલાડીઓને રિલિઝ કરશે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

ભારત માટે ટી20 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો જ ભાગ હશે. અર્થાત મુંબઈ રોહિતને જાળવી રાખશે. અગાઉ એવા સમાચાર વહેતા થયા હતા કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થઈ જશે. રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બનવા સુધીની વાતો હતી પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ તમામ સમાચાર માત્ર અફવા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે સ્પષ્ટ કર્યું છે કે, રોહિત શર્મા IPL 2025માં ટીમ સાથે રહેશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાતચીત થઈ ગઈ છે. રોહિત પણ મુંબઈમાં રહેવા તૈયાર છે.

જણાવી દઈએ કે IPLના નિયમો અનુસાર તમામ ટીમો મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કરી શકે અને બીજા ખેલાડીઓને રિલિઝ કરવા પડશે. જો કે ફ્રેન્ચાઈઝીઓની માગ રહી છે કે રિટેન ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ. 

આ સમાચાર શેર કરો