મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 માટે ચેન્નાઈની રિટેન્શન લિસ્ટ જાહેર! CSKની રહસ્યમય પોસ્ટે મચાવ્યો ખળભળાટ

IPL 2025 રિટેન્શન લિસ્ટની રિલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વભરન

IPL 2025 માટે ચેન્નાઈની રિટેન્શન લિસ્ટ જાહેર! CSKની રહસ્યમય પોસ્ટે મચાવ્યો ખળભળાટ

IPL 2025 રિટેન્શન લિસ્ટની રિલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ CSK-RCB અને પંજાબ સહિત તમામ 10 ટીમોની રિટેન્શન યાદીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટને સમજવી મુશ્કેલ છે, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવા કરી રહ્યા છે.

CSKએ પોતાની પોસ્ટના કેપ્શનમાં કેટલાક ઇમોજી શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, "જે લોકોને તમે મેળવવાનો પ્રયાસ કરો છો તે તમને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે." આ વાયરલ પોસ્ટ જોઈને કેટલાક લોકોએ કહ્યું કે, CSKએ રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, એમએસ ધોનીને રિટેન કરવાનો સંકેત આપ્યો છે. ઈમોજીમાંથી ઈશારો લઈને કોઈએ કહ્યું કે, ઋતુરાજ ગાયકવાડ ટીમનો સ્ટાર બોય છે, મતિષા પથિરાના કુક છે, રવિન્દ્ર જાડેજા તલવાર કેવી રીતે ચલાવવી તે જાણે છે અને હેલિકોપ્ટર એમએસ ધોની તરફ ઈશારો કરી રહ્યું છે. આ દરમિયાન, એક પ્રશંસકે ટિપ્પણી વિભાગમાં તસવીર શેર કરી અને કહ્યું કે, આ એક જૂનું ટ્વિટ છે, જેને ફરીથી શેર કરવામાં આવ્યું છે. તેણે જણાવ્યું કે નવેમ્બર 2021માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સના 'X' એકાઉન્ટ પરથી આ જ ટ્વિટ કરવામાં આવ્યું હતું.

એમએસ ધોનીએ હાલમાં જ આગામી 2-3 વર્ષ સુધી ક્રિકેટ રમવાનો સંકેત આપ્યો હતો. બીજી તરફ, CSKના CEO કાશી વિશ્વનાથને પણ નિવેદન આપ્યું હતું કે, એમએસ ધોનીના રમવાથી ઘણો આનંદ મળશે. તેમણે એ પણ જણાવ્યું કે, ધોની ટૂંક સમયમાં CSKના ચેરમેન એન શ્રીનિવાસન સાથે વાત કરવા જઈ રહ્યો છે. તેમની વચ્ચે રિટેન્શન લિસ્ટ અંગે ચર્ચા થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઋતુરાજ ગાયકવાડને નંબર વન પર રિટેન કરવામાં આવશે નહીં. રવિન્દ્ર જાડેજાએ આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ વખતે તેને નંબર વન પર રિટેન કરી શકાય છે.

આ સમાચાર શેર કરો