મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: સ્ટોઈનિસના 124 રન,ચેન્નાઈ સુપરકિંગ્સને લખનૌએ ઘરઆંગણે હરાવ્યું

KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની

IPL 2024: સ્ટોઈનિસના 124 રન,ચેન્નાઈ સુપરકિંગ્સને લખનૌએ ઘરઆંગણે હરાવ્યું

KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની 5મી મેચ જીતી લીધી છે. મંગળવારે (23 એપ્રિલ) રમાયેલી મેચમાં રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 6 વિકેટથી હરાવ્યું હતું.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ બેટીંગ કરીને LSGને 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જવાબમાં લખનૌની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.આ પછી માર્કસ સ્ટોઇનિસે જવાબદારી સંભાળી અને દેવદત્ત પડિકલ (13) સાથે 55 રનની ભાગીદારી કરી. સ્ટોઈનિસે નિકોલસ પૂરન (34) સાથે 34 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઈનિસે 56 બોલમાં IPL-2024ની પ્રથમ સદી પૂરી કરી હતી.

સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રનની મેચ વિનિંગ સદી રમી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ચેન્નાઈની ટીમ તરફથી કોઈપણ બોલર મેચ વિનિંગ પ્રદર્શન કરી શક્યો નહોતો. પથિરાનાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે મુસ્તફિઝુર રહેમાન અને દીપક ચહરને 1-1 સફળતા મળી હતી.

ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 56 બોલમાં સદી ફટકારી હતી. તેણે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઈનિંગમાં 3 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ લખનૌની ટીમ માટે કોઈ બોલર સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. મેટ હેનરી, મોહસીન ખાન અને યશ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

આ સિઝનમાં ચેન્નાઈ અને લખનૌ વચ્ચે બીજી ટક્કર


આ સિઝનમાં ચેન્નાઈ અને લખનૌ વચ્ચે આ બીજી મેચ હતી. ઉપરાંત, બંને ટીમોએ તેમની છેલ્લી મેચ શુક્રવારે (એપ્રિલ 19) જ એક બીજા સામે રમી હતી. લખનૌમાં રમાયેલી આ મેચમાં કેએલ રાહુલની કપ્તાનીવાળી એલએસજી ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આ રીતે લખનૌની ટીમે સતત બીજી મેચ જીતી છે.


ચેન્નાઈની ટીમ લખનૌમાંથી માત્ર એક જ મેચ જીતી શકી


IPLમાં અત્યાર સુધીમાં ચેન્નાઈ અને લખનૌ વચ્ચે 5 મેચ રમાઈ છે. ચેન્નાઈ માત્ર એક મેચ જીતી શકી હતી. જ્યારે લખનૌએ 3 મેચ જીતી હતી. એક મેચનું પરિણામ આવ્યું નથી.

આ મેચમાં ચેન્નાઈ-લખનૌની પ્લેઈંગ-11


લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન અને યશ ઠાકુર.


ઈમ્પેક્ટ સબ: દેવદત્ત પડિકલ, અર્શિન કુલકર્ણી, કૃષ્ણપ્પા ગૌતમ, યુદ્ધવીર સિંહ, મણિમરણ સિદ્ધાર્થ.


ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરેલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પાથિરાના.

ઈમ્પેક્ટ સબ: સમીર રિઝવી, શાર્દુલ ઠાકુર, શેખ રશીદ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર.

આ સમાચાર શેર કરો