IPL 2024: રાજસ્થાન રોયલ્સને મળી પ્રથમ હાર, ગુજરાત ટાઈટન્સના ખેલાડીએ છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને બન્યો જીતનો હીરો
IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજ

IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવર સુધી કોઈપણ ટીમનો વિજય નિશ્ચિત જણાતો ન હતો. રસાકસી ભરી મેચમાં રાશિદ ખાને છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો, અને ગુજરાત ટાઇટન્સને જીતાડ્યું હતું.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 196 રન બનાવ્યા હતા. ગુજરાતે છેલ્લા બોલ સુધી લક્ષ્યનો પીછો કર્યો હતો, અને દમદાર જીત દાખવી હતી. IPL 2024માં રાજસ્થાન રોયલ્સનો આ પ્રથમ પરાજય છે.
કુલદીપ સેને ત્રણ વિકેટ લીધી હતી
રાજસ્થાન રોયલ્સ તરફથી કુલદીપ સેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પરંતુ તે ખૂબ ખર્ચાળ સાબિત થયો. તેણે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. એક વિકેટ અવેશ ખાનના ખાતામાં ગઈ.
સંજુ-પરાગે શાનદાર ઇનિંગ્સ રમી
રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર જોસ બટલર માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલે થોડો સમય વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે 24 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ રિયાન પરાગ અને સંજુ સેમસને રન બનાવવાની જવાબદારી લીધી હતી. આ બંને ખેલાડીઓએ શાનદાર અડધી સદી ફટકારી હતી. સંજુએ 38 બોલમાં 68 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પરાગે 76 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ રાજસ્થાન રોયલ્સ ટીમ 196 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.








