મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 / KKR અને SRH જ નહીં આ ખેલાડીઓ પર પણ થયો પૈસાનો વરસાદ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

IPLની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતા ન

IPL 2024 / KKR અને SRH જ નહીં આ ખેલાડીઓ પર પણ થયો પૈસાનો વરસાદ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

IPLની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને આઠ વિકેટે હરાવ્યું છે. મેચમાં કોલકાતાની ટીમને જીતવા માટે 114 રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 10.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ સાથે કોલકાતાની ટીમ ત્રીજી વખત IPL ચેમ્પિયન બની છે.

કોલકાતાને કેટલા રૂપિયા મળ્યા? 

IPL 2024ની ફાઈનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદને 12.50 કરોડ રૂપિયા મળ્યા છે.

IPL 2024માં ટોપ-4 ટીમોની ઈનામી રકમ

  • વિજેતા ટીમ (કોલકાતા નાઈટ રાઈડર્સ): રૂ. 20 કરોડ
  • રનર અપ (સનરાઈઝર્સ હૈદરાબાદ): રૂ. 12.5 કરોડ
  • ત્રીજી ટીમ (રાજસ્થાન રોયલ્સ): રૂ. 7 કરોડ
  • ચોથી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): રૂ. 6.5 કરોડ

IPL 2024માં આ ઈનામો પણ ચર્ચામાં રહ્યા

  • સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ): વિરાટ કોહલી 741 રન (રૂ. 10 લાખ)
  • સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ): હર્ષલ પટેલ 24 વિકેટ (રૂ. 10 લાખ)
  • ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન: નીતિશ કુમાર રેડ્ડી (રૂ. 10 લાખ)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન: સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
  • ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન: જેક ફ્રેઝર-મેકગર્ક (રૂ. 10 લાખ)
  • ફેન્ટેસી પ્લેયર ઓફ ધ સિઝન: સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
  • સુપર સિક્સ ઓફ ધ સિઝન: અભિષેક શર્મા (રૂ. 10 લાખ)
  • કેચ ઓફ ધ સિઝન: રમનદીપ સિંહ (રૂ. 10 લાખ)
  • ફેરપ્લે એવોર્ડ: સનરાઈઝર્સ હૈદરાબાદ
  • રૂપે ઓન ધ ગો-4 ઓફ ધ સિઝન: ટ્રેવિસ હેડ (રૂ. 10 લાખ)
  • પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (રૂ. 50 લાખ)

ફાઈનલ મેચમાં મળેલા એવોર્ડ 

  • ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: વેંકટેશ ઐયર
  • ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ: મિચેલ સ્ટાર્ક
  • સુપર સિક્સ ઓફ ધ મેચ: વેંકટેશ ઐયર
  • રૂપે ઓન ધ ગો-4s ઓફ ધ મેચ: રહેમાનુલ્લા ગુરબાઝ
  • ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: હર્ષિત રાણા
  • પ્લેયર ઓફ ધ મેચ: મિચેલ સ્ટાર્ક

IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન 

  • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ): 741 રન
  • ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ): 583 રન
  • રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ): 573 રન
  • ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ): 567 રન
  • સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ): 531 રન

IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

  • હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ): 24 વિકેટ
  • વરુણ ચક્રવર્તી (કોલકાતા નાઈટ રાઈડર્સ): 21 વિકેટ
  • જસપ્રીત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ): 20 વિકેટ 
  • ટી નટરાજન (સનરાઈઝર્સ હૈદરાબાદ): 19 વિકેટ
  • હર્ષિત રાણા (કોલકાતા નાઈટ રાઈડર્સ): 19 વિકેટ

આ સમાચાર શેર કરો