મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: ચોગ્ગો ફટકારીને ભારતને જીતાડ્યો હતો વર્લ્ડ કપ, હવે મુંબઈ ઈન્ડિયસ તરફથી રમશે આ ભાવનગરી ખેલાડી

IPL 2024 MI replaced injured vishnu vinod to harvik desai | મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ ઈજાના કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. વ

IPL 2024: ચોગ્ગો ફટકારીને ભારતને જીતાડ્યો હતો વર્લ્ડ કપ, હવે મુંબઈ ઈન્ડિયસ તરફથી રમશે આ ભાવનગરી ખેલાડી

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ ઈજાના કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. વિષ્ણુએ આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ નથી રમી. પરંતુ હવે ઈજાના કારણે સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની જગ્યાએ ભાવનગરના હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. હાર્વિક દેસાઈ ભારતની અંડર 19 ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તે 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ થયો હતો. શુભમન ગિલ, શિવમ માવી પણ આ ટીમના સભ્યો હતા. તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.

હાર્વિક દેસાઈ એ જ ક્રિકેટર છે જેણે 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. એ  મેચમાં દેસાઈએ 61 બોલમાં 47 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. હાર્વિકે 2018-2019 સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. T20 કારકિર્દી પર નજર કરીએ તો, તેણે 27 મેચોમાં 30થી વધુની સરેરાશથી 691 રન બનાવ્યા છે. જેમાં તેણે 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023માં સૌરાષ્ટ્ર તરફથી રમતી વખતે તેણે 175થી વધુના સ્ટ્રાઈક રેટથી 336 રન બનાવ્યા હતા. હાર્વિકની કારકિર્દી સાથે જોડાયેલી એક આશ્ચર્યજનક હકીકત એ છે કે તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમી છે.

ઈજાના કારણે વિષ્ણુ વિનોદ થયો બહાર

જણાવી દઈએ કે વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદના હાથમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે આ સીઝનમાં નહીં રમી શકે. તેમણે ગત સીઝનમાં પણ માત્ર ત્રણ મેચ રમવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન 37 રન બનાવ્યા હતા. વિષ્ણુએ 2017માં પણ ત્રણ મેચ રમી હતી. આ સિવાય તેને અત્યાર સુધી આઈપીએલમાં હજુ સુધી રમવાની તક મળી નહોતી. 

વિષ્ણુ વિનોદે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મ કર્યું છે. તેમણે 28 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન 1040 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેઓ લિસ્ટ Aની 53 મેચમાં 1773 રન બનાવી ચૂક્યો છે. વિષ્ણીએ લિસ્ટ Aમાં 6 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેઓ 61 T20 મેચોમાં 1591 રન બનાવી ચૂક્યા છે. મુંબઈએ વિષ્ણુ વિનોદની જગ્યાએ હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. હાર્વિક ભારતની અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તે 2018માં દમદાર પરફોર્મન્સ કરનારા પ્લેયર્સની યાદીમાં સામેલ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો