મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paris Paralympic 2024 / નવમા દિવસે ભારતને મળી શકે છે 5 મેડલ, જાણો આજનું સંપૂર્ણ શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકના નવમા દિવસે ભારતની ઝોળીમાં કુલ 5 મેડલ આવી શકે છે. અત્યાર સુધી પસાર થયેલા 8 દિવસમાં ભા

Paris Paralympic 2024 / નવમા દિવસે ભારતને મળી શકે છે 5 મેડલ, જાણો આજનું સંપૂર્ણ શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકના નવમા દિવસે ભારતની ઝોળીમાં કુલ 5 મેડલ આવી શકે છે. અત્યાર સુધી પસાર થયેલા 8 દિવસમાં ભારતે 25 મેડલ જીત્યા છે. હવે આજે (06 સપ્ટેમ્બર) એટલે કે નવમા દિવસે 5 મેડલ સાથે ભારતના ખાતામાં 30 મેડલ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે નવમા દિવસે કઈ રમતમાંથી ભારત મેડલ જીતવાની આશા રાખે છે.

આજે આવનારા તમામ પાંચ મેડલ લગભગ નિશ્ચિત જણાય છે, કારણ કે એથ્લેટ્સે મેડલ મેચ માટે ક્વોલિફાય નહીં થવું પડે. એથ્લેટ્સ તમામ પાંચ મેડલ માટે ફાઈનલ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારતનો આજનો પહેલો મેડલ મેન્સ જેવલિન થ્રો F54માં આવી શકે છે, જેના માટે ફાઈનલમાં દિપેશ કુમાર મેદાનમાં ઉતરશે.

આ સિવાય બીજો મેડલ મેન્સ હાઈ જમ્પ T64માં આવી શકે છે, જેની ફાઈનલમાં પ્રવીણ કુમાર મેદાનમાં ઉતરશે. ત્યારે કસ્તુરી રાજમાની 67 કિગ્રા સુધીની મહિલા પાવરલિફ્ટિંગની ફાઈનલમાં ત્રીજો મેડલ મેળવી શકે છે. ચોથો મેડલ વિમેન્સ જેવલિન થ્રો ફાઈનલ F46માં અને પાંચમો મેડલ મેન્સ શોટ પુટ F57માં આવી શકે છે.

ભારત માટે 8મો દિવસ સારો રહ્યો ન હતો

તમને જણાવી દઈએ કે પેરિસ પેરાલિમ્પિકનો 8મો દિવસ ભારત માટે કંઈ ખાસ નહોતો. 8મા દિવસે ભારતને 8 મેડલ મળવાની આશા હતી, પરંતુ માત્ર એક જ મેડલ આવ્યો હતો. કપિલ પરમારે મેન્સ જુડો 60 કિગ્રા J1માં મેડલ જીત્યો હતો.

6 સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ

પેરા કેનોઇંગ

  • બપોરે 1:30 કલાકે - યશ કુમાર - મેન્સ કાયક સિંગલ્સ 200m KL1 હીટ્સ.
  • બપોરે 1:50 કલાકે - પ્રાચી યાદવ - વિમેન્સ સિંગલ્સ 200m VL2 હીટ્સ.
  • બપોરે 2:55 કલાકે - પૂજા ઓઝા - વિમેન્સ કાયક સિંગલ્સ 200m KL1 હીટ્સ.

પેરા એથ્લેટિક્સ

  • બપોરે 1:38 કલાકે - સિમરન શર્મા - વિમેન્સ 200 મીટર T12 રાઉન્ડ 1.
  • બપોરે 2:07 કલાકે - દીપેશ કુમાર - મેન્સ જેવલિન થ્રો F54 ફાઈનલ.
  • બપોરે 2:50 કલાકે - દિલીપ ગાવિત - મેન્સ 400m T47 રાઉન્ડ 1.
  • બપોરે 3:21 કલાકે - પ્રવીણ કુમાર - મેન્સ હાઈ જમ્પ T64 ફાઈનલ.
  • રાત્રે 10:30 કલાકે - ભાવના અજાબાજી ચૌધરી - વિમેન્સ જેવલિન થ્રો F46 ફાઈનલ.
  • રાત્રે 10:34 કલાકે - સોમન રાણા, હોકાટો હોતોઝે સેમા - મેન્સ શોટ પુટ F57 ફાઈનલ.
  • રાત્રે 11:12 કલાકે - સિમરન શર્મા  - વિમેન્સ 200m T12 સેમીફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે).

પેરા પાવરલિફ્ટિંગ 

  • રાત્રે 8:30 કલાકે - કસ્તુરી રાજામણી - વિમેન્સ 67 કિગ્રા ફાઈનલ.

આ સમાચાર શેર કરો