Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's probable playing eleven for 1st ODI against New Zealand

IND vs NZ / ગિલ અને અય્યરની વાપસીથી બદલાઈ જશે ભારતની પ્લેઈંગ ઈલેવન, બહાર થશે આ 2 ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / ગિલ અને અય્યરની વાપસીથી બદલાઈ જશે ભારતની પ્લેઈંગ ઈલેવન, બહાર થશે આ 2 ખેલાડી
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ આજથી (11 જાન્યુઆરી) શરૂ થઈ રહી છે. સિરીઝની પહેલી મેચ વડોદરામાં રમાશે. આ મેચ પહેલા સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન પંતને ઈજા થઈ હતી. જોકે પંતની ગેરહાજરી ભારતીય પ્લેઈંગ ઈલેવન પર કોઈ અસર નહીં કરે, કારણ કે કેએલ રાહુલ નિયમિતપણે ODIમાં વિકેટકીપર તરીકે સેવા આપે છે. જોકે, કેપ્ટન શુભમન ગિલ અને વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ લાવશે. આ બે ખેલાડીઓની વાપસીથી સાઉથ આફ્રિકા સામે સદી ફટકારનાર 2 બેટ્સમેન બહાર થઈ જશે.

App Store

સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ODIની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો, 11 ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે.

શુભમન ગિલની વાપસી સાથે યશસ્વી જયસ્વાલને બહાર કરવામાં આવે તે નક્કી છે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ODIમાં ઓપનર તરીકે જયસ્વાલે સદી ફટકારી હતી. પરંતુ હવે ગિલની વાપસી સાથે તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ જશે.

શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડે પણ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં સદી ફટકારી હતી, પરંતુ હવે શ્રેયસ અય્યર ટીમમાં પરત ફરતા તેને ન્યુઝીલેન્ડ સિરીઝ માટે પસંદ નથી કરવામાં આવ્યો.

આ બે ફેરફારો ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. રેડ્ડી તિલક વર્માનું સ્થાન લઈ શકે છે. અથવા ટીમ મેનેજમેન્ટ વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે. બોલિંગ યુનિટમાં પણ ફેરફાર શક્ય છે. મોહમ્મદ સિરાજ ODI ટીમમાં વાપસી કરી રહ્યો છે. તે ટીમમાં સૌથી અનુભવી ફાસ્ટ બોલર છે. તેથી તે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા હર્ષિત રાણાનું સ્થાન લઈ શકે છે.

પ્રથમ ODI માટે ભારતીય પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ