મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup 2024 / અમેરિકાને હરાવીને ક્વોલિફાઈ થઈ ટીમ ઈન્ડિયા, હવે સુપર-8માં ઓસ્ટ્રેલિયા સાથે થશે ટક્કર

T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય

T20 World Cup 2024 / અમેરિકાને હરાવીને ક્વોલિફાઈ થઈ ટીમ ઈન્ડિયા, હવે સુપર-8માં ઓસ્ટ્રેલિયા સાથે થશે ટક્કર

T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સાથે હવે સુપર-8માં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ નક્કી થઈ ગઈ છે. જો કે ભારતીય ટીમ સુપર-8ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે પહેલા રોહિત બ્રિગેડ સુપર-8માં વધુ બે મેચ રમશે.

2024 T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં હાજર છે. ગ્રુપ-Aની ટીમ ઈન્ડિયા સુપર-8ની પ્રથમ મેચ ગ્રુપ-Cની નંબર વન ટીમ સાથે રમશે અને ત્યારબાદ મેન ઈન બ્લુનો બીજો મુકાબલો ગ્રુપ Dની બીજા નંબરની ટીમ સાથે થશે. ત્યારબાદ સુપર-8માં ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને સેન્ટ લુસિયાના ડેરેન સેમી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.

ICCએ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા જ નક્કી કરી લીધી હતી

તમને જણાવી દઈએ કે ICCએ સુપર-8માં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટક્કર પહેલા જ નક્કી કરી લીધી હતી. વાસ્તવમાં, ICC એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો ભારતીય ટીમ તેના ગ્રુપમાં પ્રથમ બે સ્થાનોમાંથી કોઈ પણ સ્થાન મેળવે તો પણ તેને A1 ગણવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ટીમ તેના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવી શકે છે પરંતુ તેને B2 ટીમ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં, ટીમો માટે સુપર-8માં ક્વોલિફાય થવું જ જરૂરી હતું, ત્યારબાદ બંને વચ્ચે ટક્કર નક્કી થઈ ચૂકી હતી.

ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ કેનેડા સામે રમશે

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી લીગ મેચ કેનેડા સામે રમવાની છે. ભારત અને કેનેડા વચ્ચે રમાનાર મેચ શનિવારે 15 જૂને ફ્લોરિડામાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમી હતી. કેનેડા સામેની છેલ્લી મેચ ભારત માટે વધુ મહત્ત્વની રહેશે નહીં કારણ કે ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો