મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ODIમાં 400થી વધુ રન બનાવ્યા

ભારતની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં આયરલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં ઇતિહાસ રચ

ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ODIમાં 400થી વધુ રન બનાવ્યા

ભારતની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં આયરલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ વન ડે ક્રિકેટના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે જેમાં મેન્સ અને વિમેન્સ બન્ને સામેલ છે. રાજકોટમાં આયરલેન્ડ વિરૂદ્ધ રમતા ત્રીજી વન ડે મેચમાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 435 રન બનાવ્યા હતા.

મહિલા ટીમે મેન્સ ટીમનો પણ રેકોર્ડ તોડ્યો

ભારતની મહિલા ટીમે જે મહારેકોર્ડ બનાવ્યો છે તેમાં મેન્સ ટીમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2011માં ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ભારતીય મેન્સ ટીમે 418/5નો સ્કોર બનાવ્યો હતો. વન ડેમાં મહિલા ક્રિકેટમાં સૌથી વધુ એક ઇનિંગમાં રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડે 2018માં આયરલેન્ડ વિરૂદ્ધ જ બનાવ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ રચ્ચો ઇતિહાસ

 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્મૃતિ મંધાનાએ રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી અને આ સાથે જ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. મંધાનાએ ભારત માટે મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સાથે જ તેણે હરમનપ્રીતનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મોટા અંતરથી તોડી નાખ્યો છે. આ પહેલા હરમનપ્રીતે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં 87 બોલમાં સદી ફટકારી હતી.

સ્મૃતિ મંધાનાની વન-ડે કરિયરની આ 10મી સદી છે. આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં તે મહિલા વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે.

પ્રતિકા રાવલે પણ ફટકારી પ્રથમ વન ડે સદી

આ મેચમાં સ્મૃતિ મંધાના સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ 129 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. પ્રતિકાએ આ દરમિયાન 20 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. પ્રતિકાની આ પ્રથમ વન ડે સદી છે. પ્રતિકા રાવલે અત્યાર સુધી 6 વન ડે મેચમાં 444 રન બનાવ્યા છે. 

મહિલા વન ડેમાં 400થી વધુનો સ્કોર

491/4 - NZ-W વિરૂદ્ધ IRE-W, ડબલિન, 2018
455/5 - NZ-W વિરૂદ્ધ PAK-W, ક્રાઇસ્ટચર્ચ, 1997
440/3 - NZ-W વિરૂદ્ધ IRE-W, ડબલિન, 2018
435/5 - IND-W વિરૂદ્ધ IRE-W, રાજકોટ, 2025
418 - NZ-W વિરૂદ્ધ IRE-W, ડબલિન, 2018
412/3 - AUS-W વિરૂદ્ધ DEN-W, મુંબઇ, 1997

આ સમાચાર શેર કરો