મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA Test: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ દિવસે જ 525 રન ખડક્યા, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વન-ડે સિરીઝ પર કબ્જો જમાવ્યા બાદ ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ આજથ

IND vs SA Test: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ દિવસે જ 525 રન ખડક્યા, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વન-ડે સિરીઝ પર કબ્જો જમાવ્યા બાદ ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ આજથી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પ્રથમ દિવસના અંતે  ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાને 525 રન ખડકી દીધા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતે ટેસ્ટ મેચમાં એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની શરૂઆત શાનદાર રહી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી કરી હતી. 

શેફાલી વર્માએ બેવડી સેન્ચુરી ફટકારી

શાનદાર ફોર્મમાં રહેલી સ્મૃતિએ વન-ડે બાદ ટેસ્ટમાં પણ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે શેફાલી વર્માએ બેવડી સદી મારી હતી. શેફાલી વર્માએ 197 બોલમાં 205 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 8 સિક્સ અને 23 ફોર ફટકારી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ખેલાડીએ એક ઈનિંગમાં આટલી સિક્સર ફટકારી નથી.

સ્મૃતિ 149 રન બનાવીને આઉટ

અગાઉ એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એલિસ હિલીના નામે હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઈનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. જ્યારે સ્મૃતિ 149 રન બનાવીને આઉટ થઈ હી. 

આ સમાચાર શેર કરો