Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian women team won 1st t20i match against Sri Lanka

IND W vs SL W / જેમિમા રોડ્રિગ્સની તોફાની અડધી સદી સામે શ્રીલંકાનું સરેન્ડર, ભારતીય ટીમે જીતી પહેલી મેચ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND W vs SL W / જેમિમા રોડ્રિગ્સની તોફાની અડધી સદી સામે શ્રીલંકાનું સરેન્ડર, ભારતીય ટીમે જીતી પહેલી મેચ
સોર્સ : GSTV

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 21 ડિસેમ્બરે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને હરાવ્યું હતું. પહેલા ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી અને શ્રીલંકાને મજબૂત સ્કોર બનાવતા અટકાવ્યું. ત્યારબાદ ભારતીય બેટ્સમેને પોતાની તાકાતનું પ્રદર્શન કરીને વિજય મેળવ્યો. ભારતીય ટીમ હવે આ સિરીઝમાં 1-0થી આગળ છે. ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું.

App Store

શ્રીલંકાની બેટિંગ સરેરાશ રહી

પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 121/6 બનાવ્યા હતા. ઓપનર વિશ્મી ગુણારત્નેએ 43 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે ચમારી અટાપટ્ટુએ 12 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને ટીમ રિકવર ન કરી શકી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી હસિની પરેરાએ 23 બોલમાં 20 રન બનાવ્યા, જ્યારે હર્ષિતા સમરવિક્રમાએ 23 બોલમાં 21 રન બનાવ્યા. નીલકશિકા સિલ્વાએ 8 રન અને કવિશા દિલહારીએ 6 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતે આટલી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

122 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે, ભારતીય ટીમ સારી શરૂઆત નહતી કરી શકી, કારણ કે શેફાલી વર્મા 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સે બાજી સંભાળી. તેમણે અડધી સદીની પાર્ટનરશિપ કરી. મંધાનાએ 25 બોલમાં 25 રન બનાવ્યા, જ્યારે જેમિમા રોડ્રિગ્સે શાનદાર અડધી સદીની ઈનિંગ રમી. જેમિમાએ 44 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 69 રનની અણનમ ઈનિંગ રમી. આ સાથે ભારતે માત્ર 14.4 ઓવરમાં જ 122 રનનો ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટે મેચ જીતી લીધી.

બોલિંગ પ્રદર્શન

ભારત માટે ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા અને શ્રી ચારણીએ એક-એક વિકેટ લીધી, જ્યારે શ્રીલંકાની ત્રણ બેટ્સમેન રન આઉટ થઈ હતી. જ્યારે શ્રીલંકાની બોલિંગની વાત કરીએ તો તેના તરફથી કાવ્યા કવિંડી અને ઇનોકા રામવીરાએ એક-એક વિકેટ લીધી હતી.