VIDEO / એડિલેડમાં હાર બાદ એક્શન મોડમાં જોવા મળી ટીમ ઈન્ડિયા, ગાબા ટેસ્ટ માટે કમર કસી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ છે. સિરીઝની બીજી ટેસ્ટ એડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ છે. સિરીઝની બીજી ટેસ્ટ એડિલેડ (પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ) માં રમાઈ હતી. એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની આગામી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં યોજાશે, જેના માટે ભારતીય ખેલાડીઓ કમર કસી રહ્યા છે.
આ પણ વાંચો: ICCએ અમેરિકાની T20 લીગ પર મૂક્યો પ્રતિબંધ, સચિન તેંડુલકર સાથે છે આવું કનેક્શન
BCCIએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. ટીમના તમામ ખેલાડીઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ રેડ બોલ સાથે પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત જોવા મળે છે. સિરીઝની બીજી ટેસ્ટ એડિલેડમાં પિંક બોલથી રમાઈ હતી. હવે સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ રેડ બોલથી જ રમાશે.
વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. તમામ ખેલાડીઓ નેટ્સની અંદર સારી લયમાં જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, "હવે આગળ જોવાનો સમય છે. બ્રિસ્બેન ટેસ્ટની તૈયારીઓ એડિલેડમાં જ શરૂ થઈ ગઈ છે."
સિરીઝ 1-1થી બરાબર
તમને જણાવી દઈએ કે બે મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે સિરીઝ 1-1થી બરાબરી પર પહોંચી ગઈ છે. નોંધનીય બાબત એ છે કે પર્થમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ એડિલેડમાં ભારતની કપ્તાની સંભાળી હતી.






