ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ રવાના, શું હેડ કોચ પણ ખેલાડીઓની સાથે ગયા? BCCIએ રજૂ કર્યા ફોટો
ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂને ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ હવે 6 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની ટી20 શ્રેણી રમવાની છે.

ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂને ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ હવે 6 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની ટી20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ રવાના થઈ પરંતુ એમાં એ ખેલાડીઓને સ્થાન નથી જેઓ ટી20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતા. જોકે એમાંથી 4 ખેલાડીઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ તે બાર્બાડોસમાં ફસાયેલા છે. શુભમન ગીલની કપ્તાનીવાળી ભારતીય ટીમ ઝિમ્બાબ્વે માટે રવાના થઈ ચૂકી છે. પરંતું સવાલ એ છે કે શું નવા હેડ કોચ ટીમ સાથે ગયા છે?
હકિકતમાં ઝિમ્બાબ્વે સામે 6 જુલાઈથી 14 જુલાઈ સુધી રમાનારી પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના હેડ કોચ વીવીએસ લક્ષ્મણ હશે. તેઓ ટીમ ઈન્ડિયાની સાથે ગયા છે. BCCI સેક્રેટરી જય શાહે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી કે લક્ષ્મણ ઝિમ્બાબ્વે ટીમ ઈન્ડિયાના હેડકોચની ભૂમિકા ભજવશે. અને આગામી સમયમાં નવા હેડ કોચની શોધ પૂરી કરીને આ મહિનાના અંતમાં શ્રીલંકા સામે રમાનારી સફેદ બોલની શ્રેણી દરમિયાન ચાર્જ સંભાળશે.
આ સિવાય ટીમના આ પ્રવાસ માટે હેડ કોચ રાહુલ દ્રવિડના સ્થાને વીવીએસ લક્ષ્મણ હશે. જે પહેલા પણ ભારતીય ક્રિકેટ ટીમનું કોચિંગ કરીને કમાન સંભાળી ચૂક્યા છે. રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકે ભારતીય ક્રિકેટ ટીમની સાથે સફર 29 જૂને ખતમ થઈ ગઈ. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, તેની તસવીર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી શેર કરવામાં આવી જ્યાં ટીમની સાથે વીવીએસ લક્ષ્મણ પણ જોવા મળ્યા જે ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળશે.
આ સિવાય BCCIએ તસવીર શેર કરી, તેમાં ટીમના અન્ય સભ્ય પણ જોવા મળી રહ્યાં છે. તેમાં પહેલી વખત ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા અભિષેક શર્મા અને રિયાન પરાગ જેવા ખેલાડી પણ છે. ટી20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય સ્ક્વોડમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસથી આરામ આપવામાં આવ્યો છે.
જય શાહે એમ પણ કહ્યું હતું કે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમનના ઈન્ટરવ્યુ થઈ ચૂક્યા છે. અને ક્રિકેટ સલાહકાર સમિતિ એટલે કે CAC અંતિમ નિર્ણય સંભળાવશે.
જો આપણે ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ, તો T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમના 3 ખેલાડીઓ સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ પણ આ ટીમનો ભાગ હશે. આ ઉપરાંત રિંકુ સિંહ અને ખલીલ અહેમદ પણ ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ તરીકે ટીમ સાથે હતા. આ ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસમાં રમશે પરંતુ તેઓ હાલમાં બાર્બાડોસમાં છે. તો અન્ય ખેલાડીઓ ત્યાંથી નીકળી ગયા છે. બીજી તરફ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમના તમામ ખેલાડીઓ પહેલા ભારત આવશે અને પછી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થશે, જ્યારે બાકીના ખેલાડીઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ પોતપોતાના ઘરે રવાના થશે.








