Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian team gets new Chase Master his stats are better than Virat and Dhoni

ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ચેઝ માસ્ટર! વિરાટ કોહલી અને એમએસ ધોની કરતાં પણ સારા છે તેના આંકડા

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ચેઝ માસ્ટર! વિરાટ કોહલી અને એમએસ ધોની કરતાં પણ સારા છે તેના આંકડા
સોર્સ : GSTV

વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ કોહલી લાંબા સમયથી ભારતની T20 ટીમ માટે ચેઝ માસ્ટર હતો. તે 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. ત્યારથી, ચેઝ માસ્ટરનું સ્થાન ખાલી છે, પરંતુ હવે લેફટી બેટર તિલક વર્માએ આ સ્થાન લીધુ છે. આંકડા દર્શાવે છે કે તિલક વર્મા હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને એમએસ ધોની બંને કરતાં વધુ સારો ચેઝ માસ્ટર છે.

App Store

T20I રન ચેઝમાં તિલક વર્માની સરેરાશ 68

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન ચેઝમાં ઓછામાં ઓછા 500 રન બનાવનારા બેટર્સમાં તિલક વર્મા સૌથી વધુ એવરેજ ધરાવે છે. ફુલ મેમ્બર નેશનમાં વિરાટ કોહલી T20 આંતરરાષ્ટ્રીયમાં રન ચેઝમાં 67.1ની એવરેજ સાથે યાદીમાં ટોચ પર હતો, પરંતુ તિલક વર્માએ તેને પાછળ છોડી દીધો છે. T20 આંતરરાષ્ટ્રીયમાં રન ચેઝમાં તિલક વર્માની એવરેજ હવે 68 છે. યાદીમાં ત્રીજા સ્થાને એમએસ ધોની છે, જેણે આ ફોર્મેટમાં બીજી ઈનિંગમાં 47.71ની એવરેજ સાથે રન બનાવ્યા હતા. યાદીમાં ચોથા સ્થાને સાઉથ આફ્રિકાનનો જેપી ડુમિની છે, જેણે 45.55ની એવરેજ સાથે રન બનાવ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય રન ચેઝમાં 44.93ની એવરેજ સાથે કુમાર સંગાકારા યાદીમાં પાંચમા સ્થાને છે.

  • 68.0 - તિલક વર્મા
  • 67.1 - વિરાટ કોહલી
  • 47.71 - એમએસ ધોની
  • 45.55 - જેપી ડુમિની
  • 44.93 - કુમાર સંગાકારા

આ યાદીમાં માત્ર ફુલ મેમ્બર નેશન ટીમના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

તિલક વર્મા નંબર 3 સ્લોટ માટે યોગ્ય

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તિલક વર્મા નંબર 3ના સ્લોટ માટે યોગ્ય છે. તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સ્થાન પર બે સદી ફટકારી છે, જ્યારે T20 ક્રિકેટમાં આ સ્થાન પર સદીઓની હેટ્રિક પણ ફટકારી છે. ફક્ત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો, તિલક વર્માએ નંબર 3 પર રમતી વખતે 14 ઈનિંગ્સમાં 468 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 58.5 રહી છે. આ સ્થાન પર તિલક વર્માનો સ્ટ્રાઈક રેટ 160.27 રહ્યો છે, જ્યારે તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે.