Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian Players who won T20 World Cup twice in a row

VIDEO: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જેમણે સતત બે વખત જીત્યો T20 વર્લ્ડ કપ, લિસ્ટમાં 3 ગુજરાતી સામેલ

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિસ્ટ્રી 'રિપીટ' કરેંગે...હિસ્ટ્રી 'ડિફીટ' કરેંગે.... T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવા માટે ન્યુઝીલેન્ડને સાવ એકતરફી ફાઈનલમાં 96 રનથી પરાજય આપ્યો હતો. આમ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાની પાસે જ રાખ્યો. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આ ટીમમાં ભારતના એ 'નવરત્ન' પણ છુપાયેલા છે, જેમણે ટીમ ઈન્ડિયાને બે વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવી. આ લિસ્ટમાં 3 ગુજરાતી પણ સામેલ છે. ચાલો તમને સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતનારા ભારતીય ખેલાડીઓના નામ જણાવીએ.

App Store

સૂર્યકુમાર યાદવ

T20 વર્લ્ડ કપ 2026માં પોતાની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર સૂર્યકુમાર યાદવ 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો હિસ્સો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં સૂર્યાએ ટુર્નામેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

જસપ્રીત બુમરાહ

T20 વર્લ્ડ કપ 2024 બાદ જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2026માં પણ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બુમરાહે ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 

શિવમ દુબે

શિવમ દુબે પણ એ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેઓ સતત બીજી વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો બન્યા છે. શિવમે T20 વર્લ્ડ કપમાં બેટ અને બોલ બંનેથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યા

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં પોતાની બોલિંગથી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા પણ હવે બે વાર T20 વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવનાર ખેલાડી બની ગયો છે.

અક્ષર પટેલ

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ એ જ ભારતીય ખેલાડીઓમાંથી એક છે જેમણે સતત બે વાર T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાના 2024 અને 2026 વર્લ્ડ કપ ચેમ્પિયનનો ભાગ રહ્યો હતો.

અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહે પણ પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024 અને T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે આ ટ્રોફી બે વાર જીતી ચૂક્યો છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ પણ એવા ખેલાડીઓમાં સામેલ છે, જેમણે બે વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. સિરાજ T20 વર્લ્ડ કપ 2024 અને 2026માં ચેમ્પિયન ટીમોનો હિસ્સો રહ્યો છે. 

સંજુ સેમસન

સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પહેલા તે 2024માં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો પણ હિસ્સો હતો.

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ પણ એ ખેલાડીઓમાંથી એક છે જેમણે બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જોકે T20 વર્લ્ડ કપ 2026માં તેને એક જ મેચ રમવાની તક મળી હતી. 

ફાઈનલ મેચની સ્થિતિ શું રહી?

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં ન્યુઝીલેન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.