T20 World Cup 2024 / ન્યુયોર્કમાં ચહલ ટીવીની વાપસી, ભારતીય ખેલાડીઓએ પોતાના પરફોર્મન્સ વિશે કરી વાત
ન્યુયોર્કમાં ચહલ ટીવીની વાપસી થઈ છે. પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ યુઝવેન્દ્ર ચહલે ફાસ્ટ બોલર મો

ન્યુયોર્કમાં ચહલ ટીવીની વાપસી થઈ છે. પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ યુઝવેન્દ્ર ચહલે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સાથે વાત કરી હતી.
આ વાતચીત ચહલ ટીવી પર શેર કરવામાં આવી છે. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી.
નંબર 4 પર અક્ષર પટેલ
અક્ષર પટેલ નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો હતો, તેના પર તેણે પોતાના પ્લાનિંગ વિશે કહ્યું કે, "પ્લાનિંગ કરવાની કોઈ તક નહોતી મળી જ્યારે હું બેટિંગ કરવા ગયો ત્યારે રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો. તે મારી સાથે ક્રિકેટ વિશે વાત નહોતો કરતો, તે માત્ર મજાક કરતો હતો. તે જાણતો હતો કે આનાથી મારા માટે બેટિંગ કરવાનું સરળ બનશે. તે દરેક બોલ પછી મને કંઈક ને કંઈક કહેતો હતો."
ઈમાદ વસીમ સામે 16મી ઓવરમાં બોલિંગ કરવા પર અક્ષરે કહ્યું કે, "મારો પ્લાન હતો કે તેની રેન્જમાં બોલ નથી નાખવાનો. મિડવિકેટ તરફ હવા આવી રહી હતી, તો તે બાજુ સિક્સ નથી ખાવાની. મેં રોહિતભાઈને વાત કરી કે હું કટ પર બોલિંગ કરીશ."
પંતે તોફાની બેટિંગ કરી હતી
બેટિંગ અંગે વાત કરતા રિષભ પંતે કહ્યું કે, "મારા મગજમાં બહુ કંઈ ચાલી ન હતું રહ્યું. મેં વસ્તુઓને શક્ય તેટલી સરળ રાખવાનો પ્રયાસ કર્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી તેથી ચોક્કસપણે પ્રેશર હતું. જ્યારે અક્ષર પટેલ મેદાન પર આવશે ત્યારે મારા માટે બેટિંગ સરળ બની ગઈ હતી." વિકેટ કીપિંગમાં કેચ વિશે પૂછતાં પંતે કહ્યું, "મારા માટે તમામ કેચ મારા ફેવરિટ છે. આજે સિરાજે પણ ખૂબ જ સારી રીતે ફિલ્ડિંગ કરી હતી."
આ સિવાય સિરાજે તેની બેટિંગ વિશે કહ્યું કે, "હું નેટ્સમાં ખૂબ પ્રેક્ટિસ કરું છું. મારી 7 રનની ઈનિંગ ઘણી મહત્ત્વની સાબિત થઈ." બોલિંગને લઈને તેણે કહ્યું કે, "મેં કંઈપણ વધારે કરવાનો પ્રયાસ નથી કર્યો."








