મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા, અંતિમ મેચમાં ભાવુક થયો 

Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છ

VIDEO: સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા, અંતિમ મેચમાં ભાવુક થયો 

Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે. કોલકાતામાં કુવૈત સામે સુનિલ છેત્રીએ અંતિમ મેચ રમી હતી. જોકે, આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં સુનિલ છેત્રીને ગાર્ડ ઑફ ઓનર  આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુનિલ અંતિમ મેચમાં ભાવુક થઈ ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

સૌથી વધુ ગોલ કરવાના મામલે સુનિલ ચોથા ક્રમે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, અલી ડેઈ અને લિયોનેલ મેસ્સી પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવામાં ભારતીય ટીમના ફૂટબોલર સુનિલ છેત્રીનું નામ આવે છે. રોનાલ્ડોએ સૌથી વધુ 128, અલી ડેઈએ 108, મેસ્સીએ 106 જ્યારે સુનિલ છેત્રીએ 94 ગોલ કર્યા છે. 

2021માં ખેલ રત્ન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

સ્ટાર પ્લેયર સુનિલ છેત્રીને  2019માં પદ્મશ્રી અને 2011માં અર્જુન અવોર્ડ મળ્યો હતો. જ્યારે 2021માં ખેલ રત્ન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સિવાય છેત્રીએ  છ વખત AIFF પ્લેયર ઑફ ધ યરનો અવોર્ડ જીત્યો હતો.

ભારત માટે 151 મેચમાં 94 ગોલ કર્યા

ઉલ્લેખનીય છે કે, સુનિલ છેત્રીએ 2002માં પ્રોફેશનલ ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી.  2005માં સિનિયર ટીમમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે 151 મેચમાં 94 ગોલ કર્યા છે.

આ સમાચાર શેર કરો