VIDEO / IND-PAK મેચ પહેલા ભારતીય ફેન્સે શાહીન આફ્રિદી પાસે કરી આ માંગ, કહ્યું- 'રોહિત-વિરાટને...'
T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે. આ મેચ ન્યૂયો

T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 કલાકે શરૂ થવાની છે. મેચ પહેલા પાકિસ્તાની સ્ટાર બોલર શાહીન આફ્રિદીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેની સાથે ભારતીય ફેન્સ જોવા મળી રહ્યા છે. તેમાં તેઓ બોલી રહ્યા છે કે, ‘અમે પંજાબના છીએ અને વાનકુવરથી અહીં મેચ જોવા આવ્યા છીએ. અમને અહીં સારી સરપ્રાઈઝ મળી છે." એક વ્યક્તિ શાહીન આફ્રિદીને કહે છે કે, "સારી બોલિંગ કરવાની જરૂર નથી." તો અન્ય એક વ્યક્તિ કહે છેકે, "રોહિત અને વિરાટને તમારા સારા મિત્રો માનો."
ભારત સામે શાહીન આફ્રિદીનું પ્રદર્શન
શાહીન આફ્રિદીએ ભારત સામે અત્યાર સુધીમાં કુલ બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે બે ઈનિંગ્સમાં 21.66ની એવરેજથી ત્રણ વિકેટ ઝડપી છે. ભારત સામે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 31 રનમાં 3 વિકેટ છે. તેણે 2024માં કુલ 15 T20 મેચો રમી છે, જેમાં તેણે 15 ઈનિંગ્સમાં 15.96ની એવરેજથી 27 વિકેટો ઝડપી છે. આ વર્ષે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 30 રનમાં 4 વિકેટ છે.
શાહીનની T20 આંતરરાષ્ટ્રીય વિકેટ
શાહીને અત્યાર સુધીમાં કુલ 67 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેને 67 ઈનિંગ્સમાં 20.73ની એવરેજથી 91 વિકેટ ઝડપી છે. T20 ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 22 રનમાં 4 વિકેટ છે.
નાસાઉની ડ્રોપ-ઇન પિચ પર પ્રશ્નો ઉઠ્યા
આજે બંને દેશો વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ 34000 દર્શકોની ક્ષમતાવાળા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેદાનની પીચ સતત ચર્ચાનો વિષય બની છે. એડિલેડ ઓવલના મુખ્ય ક્યુરેટર ડેમિયન હોગના માર્ગદર્શન હેઠળ, એપ્રિલમાં અહીં ચાર ડ્રોપ-ઇન પિચ નાખવામાં આવી હતી, જે હજુ સુધી સેટ કરવામાં આવી નથી. પિચ પર બાઉન્સિંગ વધુ થતું હોવાથી બેટ્સમેનોની સલામતી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આયરલેન્ડ સામેની મેચમાં ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.






