Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs South Africa 1st test match live telecast details

IND vs SA / ઘરે બેઠા ક્યાં જોઈ શકશો પહેલી ટેસ્ટ મેચ? અહીં જાણો લાઈવ ટેલિકાસ્ટની વિગત

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ઘરે બેઠા ક્યાં જોઈ શકશો પહેલી ટેસ્ટ મેચ? અહીં જાણો લાઈવ ટેલિકાસ્ટની વિગત
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થવાની છે. સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયા લગભગ છ વર્ષ પછી આ મેદાન પર ટેસ્ટ મેચ રમશે. ગિલે કેપ્ટન તરીકે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી હોમ ટેસ્ટ સિરીઝ રમી હતી, જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

App Store

બીજી તરફ ટેમ્બા બાવુમાએ કેપ્ટન તરીકે ક્યારેય એક પણ ટેસ્ટ મેચ નથી હાર્યો. તેણે અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 9માં જીત મેળવી છે અને એક ડ્રો કરી છે. આફ્રિકન ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો કરી હતી. તેથી, કોલકાતા ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે એક નજીકની સ્પર્ધા રહેવાની અપેક્ષા છે. તો, ચાલો જાણીએ કે તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો.

પ્રથમ ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ શુક્રવાર, 14 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મેચ દરરોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. મેચના પહેલા દિવસે ટોસ સવારે 9:00 વાગ્યે થશે.

લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?

ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. ભારતીય ફેન્સ વિવિધ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર તેમના ટીવી પર લાઈવ મેચનો આનંદ માણી શકે છે.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?

જો તમે તમારા મોબાઇલ અથવા લેપટોપ પર મેચ જોવા માંગતા હોવ, તો લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

બંને ટીમોની સ્કવોડ

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશદીપ.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઝુબેર હમઝા, એડન માર્કરામ, ડેવાલ્ડ બ્રેવિસ, કોર્બિન બોશ, માર્કો યાનસન, સેનુરન મુથુસામી, વિલેમ મુલ્ડર, કેઈલ વેરેન્ને (વિકેટકીપર), કેશવ મહારાજ, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), કાગીસો રબાડા, સાઈમોન હાર્મર.