Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big announcement about the retirement of legendary footballer Ronaldo

દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત, આ ટુર્નામેન્ટ છેલ્લી હોવાનો કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત, આ ટુર્નામેન્ટ છેલ્લી હોવાનો કર્યો ખુલાસો
સોર્સ : GSTV

 ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, 2026નો ફિફા વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાશે. તાજેતરની માહિતી પ્રમાણે પોર્ટુગલ યુરોપિયન ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ F માં ટોચ પર છે, અને જો તેઓ 13 નવેમ્બરે આયર્લેન્ડને હરાવે તો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે.

App Store

'મેદાનમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય'

રોનાલ્ડોએ જણાવ્યું છે કે, 'જો હું 2026 વર્લ્ડ કપમાં રમ્યો, તો તે છઠ્ઠો વર્લ્ડ કપ હશે.' નોંધનીય છે કે રોનાલ્ડોની કારકિર્દીમાં લગભગ દરેક મુખ્ય ટાઇટલ સામેલ છે, પરંતુ વર્લ્ડ કપ ટ્રોફી બાકાત રહી ગઈ છે. તેમણે કહ્યું કે, હું હવે 41 વર્ષનો થઈ રહ્યો છું, અને આ મેદાનમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હશે.

'હા, ચોક્કસપણે 2026 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે'

રોનાલ્ડોએ સાઉદી અરેબિયામાં એક ફોરમ દરમિયાન વીડિયો લિંક દ્વારા બોલતા કહ્યું કે, 'હા, ચોક્કસપણે 2026 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. હું 41 વર્ષનો થઈશ અને મને લાગે છે કે આ યોગ્ય સમય હશે. અને એક કે બે વર્ષમાં પ્રોફેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈશ.

ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 950 થી વધુ ગોલ કર્યા છે. તેમણે કહ્યું કે 'હું ટૂંક સમયમાં નિવૃત્તિ લઈશ.' ત્યારે તેનો અર્થ થાય છે, તે આગામી એક કે બે વર્ષમાં નિવૃતિ લઈ શકે છે.