IND vs SA / ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો પહેલી ODI? રોહિત અને વિરાટની વાપસીથી ખાસ બની મેચ

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા ભારે દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા ODI સિરીઝ જીતીને હારનો બદલો લેવા માંગશે. આ માટે ફેન્સની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છે. ચાલો તમને જણાવી દઈએ કે તમે ODI સિરીઝની પહેલી મેચ ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકો છો.
ODI મેચ ક્યારે અને ક્યાં જોવી?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે બપોરે 1:00 વાગ્યે થશે. ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી પર મેચ જોઈ શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ JioHotstar તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ફેન્સ તેની એપ અને વેબસાઈટ પર પણ મેચ જોઈ શકે છે. ફ્રીમાં મેચ જોવા માંગતા ફેન્સે DD Sports TV પર જોવી પડશે.
વિરાટ અને રોહિતની વાપસીથી ખાસ બની મેચ
વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ પછી બંને ખેલાડીઓ એક મહિના બાદ મેદાન પર પરત ફરશે. ફેન્સ આ મેચનો સંપૂર્ણ આનંદ માણવા માટે ઉત્સુક છે. રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમય પછી બ્લુ જર્સીમાં જોવા મળશે. ફેન્સ આ દિગ્ગજ ત્રિપુટીને ટીમ ઈન્ડિયામાં એકસાથે જોવા માટે ઉત્સુક છે. રોહિત અને વિરાટ બંનેએ તેમની છેલ્લી ODI મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જાડેજાની છેલ્લી ODI ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ હતી.

