મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં આજે ભારત-પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન રમતના મેદાનમાં સામસામે આવે છે ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકેલી હો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં આજે ભારત-પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન રમતના મેદાનમાં સામસામે આવે છે ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકેલી હોય છે. ભારત-પાકિસ્તાન મેચ વિશ્વમાં સૌથી વધુ જોવાતી મેચોમાંની એક છે. આ જ કારણ છે કે બંને દેશોના ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જુએ છે. ફરી એકવાર આ તક આવી છે જ્યારે રમતના મેદાન પર બંને દેશો વચ્ચે સ્પર્ધા થશે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું આયોજન ચીનમાં થઈ રહ્યું છે જેમાં ભારત અને પાકિસ્તાનની હોકી ટીમ પણ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી જેમાં રાઉન્ડ રોબિન ધોરણે મેચો રમાઈ રહી છે. હવે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ભારતે સતત 4 મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ પહેલેથી જ મેળવી લીધી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ચીનને 3-0થી અને ત્યારબાદ જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ પછી ત્રીજી મેચમાં મલેશિયાનો ભારત સામે 8-1થી પરાજય થયો હતો. જ્યારે  ચોથી મેચમાં ભારતે સાઉથ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. હવે ભારત તેની 5મી મેચમાં પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે.

સેમીફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન

બીજી તરફ, પાકિસ્તાન તેની 4 મેચમાંથી 2 જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. હવે પાકિસ્તાન તેની છેલ્લી મેચ ભારત સામે રાઉન્ડ રોબિનમાં રમશે, જેની બંને દેશોના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 

ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચીનના હુલુનબુર ખાતે રમાશે. આ હાઈવોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે બપોરે 1:15 વાગ્યાથી રમાશે. આ મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sony Sports Ten 1 અને Ten 1 HD ચેનલો પર કરવામાં આવશે. ફેન્સ આ મેચ SonyLIV એપ અને વેબસાઈટ પર પણ લાઈવ જોઈ શકશે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતીય ટીમ

  • ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા.
  • ડિફેન્ડર્સ: જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.
  • મિડફિલ્ડર્સઃ રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ (વાઈસ કેપ્ટન), મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસિન.
  • ફોરવર્ડઃ અભિષેક, સુખજીત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.

આ સમાચાર શેર કરો