IND vs NZ / ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ક્યારે શરૂ થશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

IND vs NZ / ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ક્યારે શરૂ થશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભારતીય ટીમે જીત મેળવી છે. જોકે, ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ હજુ પૂરોનથી થયો. પહેલા T20I સિરીઝ હતી, પછી ODI સિરીઝ અને હવે ટેસ્ટનો વારો છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે અને તે માટે વધુ સમય બાકી નથી. સિરીઝની પહેલી મેચ ક્યારે રમાશે અને તેનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે તે જાણી લો, જેથી તમે કોઈપણ મેચ ન ચૂકી જાઓ.

ભારતીય ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ખાસ વાત એ છે કે આ સિરીઝ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગ રૂપે રમાશે. ન્યુઝીલેન્ડ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે ભારતીય ટીમ ચોથા નંબર પર છે. જો ભારતીય ટીમ જેવું T20I અને ODIમાં પ્રદર્શન કર્યું તેવું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખે છે, તો તેને પોઈબ્ત્સ ટેબલમાં ઉપર જવાની તક મળશે. જોકે, બધા જાણે છે કે આ સિરીઝ ખૂબ જ મુશ્કેલ રહેશે.

જાહેરાત

શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 19 નવેમ્બરે ટેસ્ટ મેચ રમશે

શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ 19 નવેમ્બરે ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમશે. આ મેચ વેલિંગ્ટનમાં રમાશે. શુભમન ગિલ આની તૈયારી માટે ODI સિરીઝની છેલ્લી બે મેચ ચૂકી ગયો હતો. કેએલ રાહુલ પણ છેલ્લી બે ODI માટે ટીમનો ભાગ નહતો. આનો અર્થ એ છે કે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ટીમનું પ્રદર્શન 19 નવેમ્બરે જ જાણી શકાશે.

WTC 2027 ફાઈનલ દાવ પર છે

સિરીઝની પહેલી મેચ 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રમાશે, જ્યારે બીજી મેચ 27 નવેમ્બરે ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થશે. આ સાથે આ લાંબી સિરીઝનો અંત આવશે. ભારતીય ટીમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે, જોકે આ સિરીઝની સૌથી મહત્ત્વપૂર્ણ મેચો હજુ શરૂ થવાની બાકી છે, કારણ કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દાવ પર છે.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ગુરનુર બરાર.

આ સમાચાર શેર કરો

જાહેરાત