એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ચીન સાથે થશે ભારતનો મુકાબલો, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ મેચમાં ભારતી

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ફાઈનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. ચીને સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે છઠ્ઠી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત સિંહની સેનાની નજર ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા પર હશે.
આ ચેનલ પર ફાઈનલ મેચ જોઈ શકો છો
ભારત અને ચીન વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ આજે (17 સપ્ટેમ્બર) ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. તમે Sony Sports Ten 1 અને Ten 1 HD ચેનલો પર ફાઈનલ મેચ લાઈવ જોઈ શકો છો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ પર જઈ શકો છો.
હરમનપ્રીતે સેમીફાઈનલમાં બે ગોલ કર્યા હતા
હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે લીગ સ્ટેજમાં મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને પાકિસ્તાનને હરાવ્યું છે. તમામ ખેલાડીઓ એકજુટ થઈને સારું પ્રદર્શન કરી રહ્યા છે. સેમીફાઈનલમાં કોરિયન ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જર્મનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીતે કુલ બે ગોલ કર્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી અને સેમીફાઇનલ મેચ 4-1થી જીતી હતી. બીજી તરફ ચીને સેમીફાઈનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઓફમાં હરાવ્યું હતું.
ભારતીય ટીમ
ક્રિષ્ના બહાદુર પાઠક, સૂરજ કરકેરા, જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત, રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસીન, અભિષેક, સુખજીત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.
ચીનની ટીમ
એઓ વેઈબો, એઓ યાંગ, ચાઓ જીમિંગ, ચેન બેનહાઈ, ચેન ચોંગકોંગ, ચેન કિજુન, ડેન્ગ જિંગવેન, ઈ કાઈમિન, ઈ વેનહુઈ, ગાઓ જિશેંગ, હે યોંગહુઆ, હુઆંગ જિયાંગ, લિન ચાંગલિયાંગ, લૂ યુઆનલિન, મેંગ દિહાઓ, મેંગ નાન, વાંગ કૈયુ, વાંગ વેઈહાઓ, ઝાંગ તાઓઝુ, ઝૂ જિયાઓતોંગ.








