મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Women's Asia Cup 2024 / આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઈનલ, જાણો કઈ ટીમ છે જીતની દાવેદાર

મહિલા એશિયા કપ 2024ની સેમીફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે એટલે કે 26મી જુલાઈ શુક્રવારના રોજ

Women's Asia Cup 2024 / આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઈનલ, જાણો કઈ ટીમ છે જીતની દાવેદાર

મહિલા એશિયા કપ 2024ની સેમીફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે એટલે કે 26મી જુલાઈ શુક્રવારના રોજ રમાશે. મહિલા ભારતીય ટીમ એવી ટીમ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ એશિયા કપ જીત્યો છે. જ્યારે બાંગ્લાદેશે અત્યાર સુધી માત્ર એક જ વાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હવે આજે બંને ટીમો ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં સામસામે ટકરાશે.

તમને જણાવી દઈએ કે મહિલા એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઈનલ મેચ દાંબુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત ત્રણેય મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, બાંગ્લાદેશે લીગ સ્ટેજમાં ત્રણમાંથી બે મેચ જીતી હતી. ભારતીય ટીમ ગ્રુપ-એમાં અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાં હાજર છે. ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપ પર છે, જ્યારે બાંગ્લાદેશ તેના ગ્રુપમાં બીજા ક્રમે છે.

કઈ ટીમ છે જીતની દાવેદાર?

ભારતીય ટીમે લીગ સ્ટેજમાં ત્રણેય મેચ જીતી છે. બીજી તરફ બાંગ્લાદેશે 3માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં જીતવાની સંભાવના ઘણી વધારે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજે કઈ ટીમ પ્રથમ ફાઈનલિસ્ટ બને છે. જો આપણે હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. 22 મેચમાંથી ટીમ ઈન્ડિયાએ 19માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે.

ભારતીય ટીમ

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દયાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એસ સજના, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી, ઉમા છેત્રી, આશા શોભના, પૂજા વસ્ત્રાકર.

બાંગ્લાદેશની ટીમ

દિલારા અખ્તર, મુર્શીદા ખાતૂન, નિગાર સુલ્તાના (વિકેટકીપર/કેપ્ટન), રૂમાના અહેમદ, ઈશ્મા તન્ઝીમ, રિતુ મોની, રાબેયા ખાન, શર્ના અખ્તર, જહાનઆરા આલમ, નાહિદા અખ્તર, સબિકુન નહર, રૂબિયા હૈદર, મારુફા અખ્તર, શોરીફના ખાતૂન, સુલ્તાના ખાતૂન.

આ સમાચાર શેર કરો