મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsBAN: અશ્વિનની સદી, પ્રથમ દિવસના અંતે ભારતના 6 વિકેટે 339 રન

ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસના અંતે ભારતે ચેન્નાઇના ચેપો

INDVsBAN: અશ્વિનની સદી, પ્રથમ દિવસના અંતે ભારતના 6 વિકેટે 339 રન

ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસના અંતે ભારતે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા છે. આર.અશ્વિન (102) અને રવિન્દ્ર જાડેજા (86)રને રમતમાં છે. બાંગ્લાદેશ તરફથી હસન મહમુદે સૌથી વધુ 4 જ્યારે નાહિદ રાણા અને મહેદી હસન મિરાઝે 1-1 વિકેટ ઝડપી હતી.

વિરાટ-રોહિત-ગિલની ત્રિપુટી ફ્લોપ

ભારત તરફથી રોહિત શર્મા (6), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6) રન બનાવીને આઉટ થયા હતા. 

યશસ્વી-રિષભ પંતે ટીમને સંભાળવાનો કર્યો પ્રયાસ

ભારતીય ટીમની 34 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રિષભ પંત 52 બોલમાં 6 ફોરની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે 118 બોલમાં 9 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ પણ 52 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.

જાડેજા-અશ્વિન રેકોર્ડ પાર્ટનરશિપ

પ્રથમ દિવસની રમતના અંતે અશ્વિન 112 બોલમાં 102 રન અને જાડેજા 117 બોલમાં 86 રન બનાવીને અણનમ રહ્યાં હતા. પ્રથમ દિવસે અશ્વિન અને જાડેજા વચ્ચે 195 રનની અણનમ ભાગીદારી થઇ હતી.

અશ્વિને ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. આ પહેલા પણ અશ્વિને ફેબ્રુઆરી 2021માં ચેન્નાઇમાં જ સદી ફટકારી હતી. અશ્વિને તે સમયે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

આ સમાચાર શેર કરો