મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયા T-20 સિરીઝ રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. ગઈકાલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ

ટીમ ઈન્ડિયા T-20 સિરીઝ રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. ગઈકાલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટીમ ઈન્ડિયાનો હોમ સિઝનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર માસમાં ટી-20 સિરીઝ રમવા સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. જેનું શેડ્યૂલ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમાશે.  બીજી T20 મેચ 10 નવેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે, જ્યારે ત્રીજી T20 મેચ 13 નવેમ્બરે સેન્ચુરિયનમાં રમાશે. શ્રેણીની અંતિમ અને ચોથી મેચ  15 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. 

છેલ્લી પાંચ સિરીઝમાં ભારતીય ટીમનો દબદબો

તમને જણાવી દઈએ કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી પાંચ દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય ટી-20 સિરીઝ રમાઈ છે. તેમાં ત્રણ શ્રેણી ડ્રો રહી છે. જ્યારે બે સિરીઝમાં ભારતનો વિજય થયો છે. 

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા આ દેશો સાથે રમશે

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે, જે ચેન્નાઈ અને કાનપુરમાં રમાશે. અને 6 થી 12 ઓક્ટોબર વચ્ચે બંને ટીમો 3 T20 મેચોમાં સામસામે ટકરાશે. આ 3 T20 મેચોનું આયોજન અનુક્રમે ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદ કરશે.

આ સમાચાર શેર કરો