Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India officially submits bid to stage 2030 Commonwealth Games

ભારતે 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ઓફિશિયલ બોલી લગાવી, અમદાવાદનો પ્રસ્તાવ મૂક્યો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારતે 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ઓફિશિયલ બોલી લગાવી, અમદાવાદનો પ્રસ્તાવ મૂક્યો
સોર્સ : GSTV

ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ઓફિશિયલ બોલી લગાવી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ ઓફિશિયલ રીતે ગેમ્સ માટે મંજૂરી આપી છે જેને દેશની આશાને વધારી દીધી છે.

App Store

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા તેની SGM દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે દેશની બિડને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે,અંતિમ બિડ દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.

CWG 2030નો ખર્ચ સરકાર ઉઠાવશે

CWG 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. જો ભારતને યજમાની મળે છે તો રમતનું આયોજન અમદાવાદમાં કરાશે. ન્યૂઝ એજન્સી અનુસાર IOAએ પોતાની SGM દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી છે. 

અમદાવાદમાં યોજાઇ શકે છે 2030ની કોમનવેલ્થ ગેમ્સ

ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન બનાવ્યું છે. કેનેડા પહેલા જ આ રેસમાંથી બહાર થઇ ગયું છે જેના કારણે ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાની શક્યતા વધી ગઇ છે.

મહત્ત્વપૂર્ણ છે કે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ તેમના સ્પોર્ટ્સ ડિરેક્ટર ડેરેન હોલ સાથે અમદાવાદ આવ્યા હતા અને ગુજરાત સરકારની અધિકારીઓ સાથે સ્થળનું નીરિક્ષણ કર્યું હતું. 

કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં યજમાન દેશ નક્કી કરશે. ભારતે છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું ત્યારબાદ દિલ્હીમાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

2010 બાદ ભારત પાસે બીજી વખત કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની તક

ભારતે આ પહેલા 2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ આયોજનમાં ભારતે રમતની સુવિધા અને આયોજનની ક્ષમતાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી હતી. જો 2030ની યજમાની ભારતને મળે છે તો આ બીજી વખત હશે જ્યારે દેશ આ રમતના આયોજનની યજમાની કરશે.