મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 ક્રિકેટમાં ભારતે તમામ ટીમોને પાછળ છોડી, ઐતિહાસિક રેકોર્ડ સાથે બન્યું નંબર-1

બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ એવું પ્રદર્શન કર્યું, જે આવનારા ઘણા વર્ષો

T20 ક્રિકેટમાં ભારતે તમામ ટીમોને પાછળ છોડી, ઐતિહાસિક રેકોર્ડ સાથે બન્યું નંબર-1

બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ એવું પ્રદર્શન કર્યું, જે આવનારા ઘણા વર્ષો સુધી યાદ કરવામાં આવશે. ભારત તરફથી સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ તોફાની ઈનિંગ્સ રમી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયાએ 297 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. આ પછી બાંગ્લાદેશી બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા અને ટીમ 20 ઓવરમાં 164 રન જ બનાવી શકી અને ભારતીય ટીમ 133 રને જીતી ગઈ.

ભારતીય ટીમ આ મામલે નંબર વન પર પહોંચી

મેચમાં ભારતની દરેક ચાલ સફળ રહી હતી અને બોલરો અને બેટ્સમેનોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ જીત મેળવતાની સાથે જ શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા સૌથી વધુ વખત 200થી વધુનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. ટીમે T20 ક્રિકેટમાં 37 વખત 200થી વધુનો સ્કોર બનાવ્યો છે. બીજા સ્થાને સમરસેટની ટીમ છે, જેણે T20 ક્રિકેટમાં 36 વખત 200 પ્લસ સ્કોર બનાવ્યો છે, CSKની ટીમ 35 વખત અને RCBની ટીમ 33 વખત આ કામ કરી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ હવે આ તમામ ટીમોને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે.

મેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 200 પ્લસ સ્કોર કરનારી ટીમો

  • 37 - ભારત
  • 36 - સમરસેટ
  • 35 - CSK
  • 33 - RCB
  • 31 - યોર્કશાયર

વર્ષ 2024માં ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે T20 વર્લ્ડ કપ 2024માં એક પણ મેચ હાર્યા વિના ટાઈટલ જીત્યું હતું. આ પછી શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. ભારતે વર્ષ 2024માં T20I ક્રિકેટમાં 6 વખત 200 પ્લસ સ્કોર કર્યો છે. જ્યારે જાપાને વર્ષ 2024માં T20Iમાં 7 વખત 200 પ્લસ રન બનાવ્યા હતા.

એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ વખત 200 પ્લસ સ્કોર કરનારી ટીમો

  • 7 - 2023માં ભારત
  • 7 - 2024માં જાપાન
  • 6 - 2022માં ઈંગ્લેન્ડ
  • 6 - 2022માં સાઉથ આફ્રિકા
  • 6 - 2024માં ભારત

સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તોફાની સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને મોટો સ્કોર અપાવવામાં સફળ રહ્યો. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. આ સિવાય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 47 રનનું યોગદાન આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો