મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત પાસે વધુ એક ખિતાબ જીતવાની તક, ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે થશે મુકાબલો, જાણો ક્યારે રમાશે મેચ

ભારત તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હર

ભારત પાસે વધુ એક ખિતાબ જીતવાની તક, ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે થશે મુકાબલો, જાણો ક્યારે રમાશે મેચ

ભારત તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે ભારતીય ક્રિકેટ ફેન્સ પાસે ફરી એકવાર ઉજવણી કરવાનો મોકો છે. ભારતમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ લીગની ફાઈનલ મેચમાં, ઈન્ડિયા માસ્ટર્સનો સામનો વેસ્ટ ઈન્ડીઝ માસ્ટર્સ ટીમ સાથે થશે. આ લીગમાં બધા દિગ્ગજ ક્રિકેટરો રમી રહ્યા છે, જેમાં મહાન સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે.

ભારત પાસે વધુ એક ખિતાબ જીતવાની તક

ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025માં કુલ 5 દેશોએ ભાગ લીધો હતો. ઈન્ડિયા માસ્ટર્સ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે લીગની બીજી સેમીફાઈનલમાં શ્રીલંકા માસ્ટર્સ સામે રોમાંચક વિજય નોંધાવ્યો અને ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચેની આ ફાઈનલ મેચ 16 માર્ચે રમાશે. બંને ટીમો રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સે રોમાંચક જીત નોંધાવી

વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચેની આ સેમીફાઈનલ પણ શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ફેન્સને એક કઠિન સ્પર્ધા જોવા મળી. શ્રીલંકા માસ્ટર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં, પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન બ્રાયન લારાએ 33 બોલમાં 41 રન બનાવ્યા, પરંતુ તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો. તેના સિવાય દિનેશ રામદીને 22 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. ચેડવિક વોલ્ટને પણ 20 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.

બીજી તરફ, ટાર્ગેટ ચેઝ કરતી વખતે, શ્રીલંકા માસ્ટર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 173 રન જ બનાવી શકી. શ્રીલંકા તરફથી અસેલા ગુણારત્નેએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. ઉપુલ થરંગાએ 30 રનની ઈનિંગ રમી. પરંતુ આ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન 30 રનના સ્કોર સુધી પહોંચી ન શક્યો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટીનો બેસ્ટ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે કુલ 4 બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા હતા. ડ્વેન સ્મિથે પણ 2 વિકેટ ઝડપી હતી.

આ સમાચાર શેર કરો