IND vs NZ / બીજી ઈનિંગમાં 174 રન પર જ સમેટાઈ ન્યુઝીલેન્ડની ટીમ, ભારતને મળ્યો 147 રનનો ટાર્ગેટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ તેની બીજી ઈનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુઝીલેન્ડની બીજી ઈનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IPL 2025: શું કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે? રિટેન્શન લિસ્ટમાંથી ડુપ્લેસિસ- મેક્સવેલ ગાયબ
ન્યુઝીલેન્ડ માટે બીજી ઈનિંગમાં વિલ યંગે સૌથી મોટી ઈનિંગ રમી અને 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. ટીમના કુલ 6 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. આ ઈનિંગમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરોના દબાણમાં જોવા મળ્યા હતા.




