Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India comfortably beat South Africa by 101 runs; Markram's team all out for 74 runs

ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 101 રનથી આસાન વિજય; માર્કરમની ટીમ 74 રન પર જ ઓલઆઉટ

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 101 રનથી આસાન વિજય; માર્કરમની ટીમ 74 રન પર જ ઓલઆઉટ
સોર્સ : GSTV

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી આજથી શરૂ થઈ છે. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી20 મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને બીજી ઇંનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 74 રન પર ઓલઆઉટ થઇ જતા ભારતનો 101 રનથી શાનદાર વિજય થયો છે. આમ સિરીઝમાં ભારત 1-0 થી આગળ થઇ છે. 

App Store

 દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન માર્ક્રમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની વાપસી થઈ છે, જેઓ ઇજાના કારણે બહાર હતા.

બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર 

ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરીને ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બન્યો. તેણે આ રેકોર્ડમાં અર્શદીપ સિંહની બરાબરી કરી. અત્યાર સુધીમાં ફક્ત બુમરાહ અને અર્શદીપે જ ભારત માટે સૌથી ટૂંકા ફોર્મેટમાં 100+ વિકેટ લીધી છે. બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનો 100મો શિકાર ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો. બ્રેવિસ 14 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.


હાર્દિક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100+ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બેટર 

અનુભવી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિકે બેટિંગથી કમાલ કરીને અણનમ અડધી સદી ફટકારી, જેનાથી ભારતે દક્ષિણ આફ્રિકા માટે 176 રનનો લક્ષ્યાંક નક્કી કર્યો. આ સાથે હાર્દિકે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 છગ્ગા પૂરા કર્યા, રોહિત શર્મા અને વિરાટ કોહલીની બરાબરી કરી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડીકૉક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવાન ફરેરા, માર્કો યાનસેન, કેશવ મહારાજ, લુથો સિપામ્લા, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે.