મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

તિલક વર્માની સદી, ભારતે ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું

ભારત ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથ

તિલક વર્માની સદી, ભારતે ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું

ભારત ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા તિલક વર્માની સદી (107*) રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 208 રન જ બનાવી શકી હતી.

તિલક વર્માની સદી

ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ અણનમ 107 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 56 બોલમાં 8 ફોર અને 7 સિક્સરની મદદથી 107 રનની ઇનિંગ્સ રમી હતી. તિલક વર્મા સિવાય અભિષેક શર્માએ 25 બોલમાં 5 સિક્સર અને 3 ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા. 

સૂર્યકુમાર-સંજુ સેમસન ફ્લોપ

ભારત તરફથી ઓપનર વિકેટકીપર બેટ્સેમન સંજુ સેમસન ફરી એક વખત ખાતું ખોલાવ્યા વગર જ 0 રન પર આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ 1 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 18 રન, રિન્કુ સિંઘે 8 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં ડેબ્યૂ કરનાર રમનદીપસિંઘે 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી સીમલેન અને કેશવ મહારાજે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: રોહિત - કોહલી ક્રિકેટથી દૂર રહે, બોર્ડર- ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આપી સલાહ 

ક્લાસેન-માર્કો યાનસેનની આક્રમક રમત

દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેને આક્રમક રમત રમી હતી. યાનસેને 17 બોલમાં 5 સિક્સર અને 4 ફોરની મદદથી 54 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેને 22 બોલમાં 4 સિક્સર અને 1 ફોરની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ 29, રીઝા હેન્ડરિક્સ 21, રીયાન રીકેટોને 20 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 18 અને ટ્રિસ્ટન સ્ટીબ્સે 12 રન બનાવ્યા હતા. 

ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ 3, વરૂણ ચક્રવર્તીએ 2 જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી હતી.

ભારત આ સાથે જ ચાર મેચની ટી-20 સિરીઝમાં 2-1થી આગળ થઇ ગયું છે. હવે સિરીઝની ચોથી અને અંતિમ ટી-20 મેચ 15 નવેમ્બરે જ્હોનિસબર્ગમાં રમાશે.

આ સમાચાર શેર કરો