મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઈન્ડિયા Aની ટીમ જાહેર કરાઈ, આ યુવા ખેલાડીને મળી કેપ્ટનસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. આ સિરીઝ પહેલા

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઈન્ડિયા Aની ટીમ જાહેર કરાઈ, આ યુવા ખેલાડીને મળી કેપ્ટનસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. આ સિરીઝ પહેલા ઈન્ડિયા A ટીમ પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. જેના માટે BCCIએ ટીમની જાહેરાત કરી છે. BCCIએ આ પ્રવાસ માટે ઈન્ડિયા Aનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને બનાવ્યો છે. આ સિરીઝમાં કુલ બે ફર્સ્ટ ક્લાસ મેચ રમાશે. વોર્મઅપ મેચ પણ રમાશે. જેમાં ઈન્ડીય A ઓસ્ટ્રેલિયા A સામે બે મેચ રમશે. એક મેચ ઈન્ડિયા Aની ઈન્ટ્રા સ્ક્વોડ મેચ હશે. જે ભારતીય સિનિયર ટીમ સામે રમાશે.

ઈશાન કિશનની વાપસી

ઈશાન કિશન નીપણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વાપસી થઈ છે. ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાન કિશન સાઉથ આફ્રિકા પ્રવાસ બાદથી ભારતની ટીમમાંથી બહાર છે. તેને હવે તક મળી ગઈ છે. જો કે, તે હજી પણ નેશનલ ટીમમાં પાછો નથી ફર્યો. જેની તમામ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ઈશાને તાજેતરના સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે BCCIએ તેને એક તક આપી છે.

આ ખેલાડીઓ પાસે સિનિયર ટીમમાં સામેલ થવાની તક 

ઈન્ડિયા A ટીમમાં કેટલાક એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની પાસે સિનિયર ટીમમાં પણ સ્થાન મેળવવાની તક છે. તે ખેલાડીઓમાં અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને નવદીપ સૈની જેવા ખેલાડીઓના નામ સામેલ છે. ખાસ કરીને અભિમન્યુ ઈશ્વરન અને ઋતુરાજ ગાયકવાડ. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટ મેચ નહીં રમે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને બેકઅપ ઓપનરની જરૂર છે. જે અભિમન્યુ ઈશ્વરન અને ઋતુરાજ ગાયકવાડ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ પાસે સિનિયર ટીમમાં સામેલ થવાની સારી તક છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઈન્ડિયા A ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, બાબા ઈન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ, નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયાન.

આ સમાચાર શેર કરો