IND vs ZIM: શુભમનના નેતૃત્વમાં આજે ડેબ્યુ કરશે અભિષેક સહિત 2 બેટર, આ પેસરનું ખુલી જશે નસીબ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20I શ્રેણી આજથી એટલે કે 6 જુલાઈથી શરૂ થઈ રહી છે. ભા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20I શ્રેણી આજથી એટલે કે 6 જુલાઈથી શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ જીત્યા ના 7 દિવસ બાદ જ ફરી એક વખત મેદાનમાં ઉતરવા જઈ રહી છે. વિરાટ- રોહિત- જાડેજા જેવા સિનિયર્સના સંન્યાસ બાદ આ ભારતની પ્રથમ મેચ છે. IND vs ZIM શ્રેણીની પ્રથમ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ સિરિઝમાં પ્રથમ વખત કેપ્ટન બનેલા શુભમન ગીલની આગેવાનીમાં મેદાનમાં યંગ ઈંન્ડિયા નજરે પડશે. ભારતીય સમય પ્રમાણે 4.30 કલાકે મેચ શરૂ થશે.
તાજેતરમાં સમાપ્ત થયેલ T20 વર્લ્ડ કપની ટીમમાંથી કોઈ ખેલાડી પ્રથમ T20 મેચમાં રમશે નહીં. T20 વર્લ્ડ કપ ટીમમાંથી ત્રણ ભારતીય ખેલાડીઓને આ પ્રવાસમાં સ્થાન મળ્યું હતું, પરંતુ સ્વદેશ પરત ફરવામાં વિલંબને કારણે યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સંજુ સેમસન પ્રથમ બે T20માંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને હર્ષિત રાણા, સાઈ સુદર્શન અને જીતેશ શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
શુભમન ગીલના નેતૃત્વમાં નવી રચાયેલી ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પહોંચી ગઈ છે. આજથી હરારેમાં રમાનારી મેચથી અભિષક શર્મા અને રિયાન પરાગ ડેબ્યુ કરશે. તો ધ્રૂવ જુરેલ, તુષાર દેશપાંડે અને હર્ષિત રાણા જેવા યંગ ખેલાડીઓ પોતાનો વારો આવે તેની રાહ જઈ રહ્યા છે. આમાંથી કોને ડેબ્યુ કરવાની તક મળે છે અને કોને નહીં તે 4 કલાકે ખબર પડી જશે.
જણાવી દઈએ કે આ વખતે BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં યુવા ખેલાડીઓને તક આપી છે. ઘણાં યંગ ખેલાડીઓ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરનો પ્રારંભ કરશે. એમાં અભિષેક શર્મા અને રિયાન પરાગ પણ શામેલ છે. શુભમન ગિલે મેચના એક દિવસ પહેલા કહ્યું હતું કે, તેની સાથે ઓપનિંગ કરવા માટે અભિષેક શર્મા આવશે. અર્થાત અભિષેકનું ડેબ્યુ નિશ્ચિત છે.
આ સિવાય પ્લેઇંગ ઈલેવનમાં ત્રીજા નંબર પર ઋતુરાજ ગાયકવાડ રમશે. ચોથા નંબર પર નવા ખેલાડીને પણ તક આપી શકે છે. IPLમાં સતત સારું રમી રહેલો રિયાન પરાગ ચોથા નંબરે રમી શકે છે. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે ચોથા નંબર પર રમતી વખતે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પાંચમા નંબરે રિંકુ સિંહની વાપસી નિશ્ચિત છે. તો છઠ્ઠા નંબરે જીતેશ શર્માનો ચાન્સ લાગી શકે છે.
બોલિંગ લાઇનઅપની વાત કરવામાં આવે તો, અવેશ ખાન, ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈનું રમવાનું નિશ્ચિત છે. મુકેશ કુમારને ત્રીજા ફાસ્ટ બોલર માટે તુષાર દેશપાંડે અને હર્ષિત રાણાની હરિફાઈ કરવી પડી શકે છે. આ ત્રણમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળે છે તે જોવું રહ્યું.








