IND vs WI / ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજથી (10 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા માંગશે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ ઈનિંગ અને 140 રનથી જીતી હતી. શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે રોસ્ટન ચેઝ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
વેસ્ટ ઈન્ડિઝ: તેગનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ, એલિક એથાનાઝ, શે હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), ટેવિન ઈમલાચ, જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ.
આજે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા દિવસે હવામાન સારું છે. વરસાદની કોઈ શક્યતા નથી, પહેલા ઈશનમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. બીજા અને ત્રીજા સેશન દરમિયાન તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ધારણા છે.

