Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BWF World Junior Championships 2025: Team India creates history, defeats Korea in quarterfinals to secure first mixed team medal

BWF World Junior Championships 2025: કવાર્ટર ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
BWF World Junior Championships 2025: કવાર્ટર ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો
સોર્સ : GSTV

BWF World Junior Championships 2025 : ભારતે સ્થાનિક દર્શકોના ઉત્સાહ અને ઘરઆંગણે પરિસ્થિતઓની માહિતીના દમ પર ગુરુવારે અહીં નેશનલ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં કોરિયાને હરાવી અહીં ચાલી રહેલ ઐતિહાસિક બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર મિશ્રિત ટીમ ચેમ્પિયનશિપ મેડલ નિશ્ચિત કર્યો છે.

App Store

યજમાન ટીમે લગભગ 3 કલાક સુધી ચાલેલ એક રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને 44-45, 45-30, 45-33થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું. હવે સેમિફાઈનલમાં તેનો સામનો એશિયન અંડર-19 મિશ્રિત ટીમ ચેમ્પિયન ઈન્ડોનેશિયાથી થશે, જેણે ચીની તાઈપેને 45-35, 45-35થી મહાત આપી હતી. સેમિફાઈનલમાં પહોંચવાની સાથે જ ભારતે બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પોતાનો પ્રથમ મિશ્રિત ટીમ મેડલ પણ નિશ્ચિત કર્યો.
ક્વાર્ટર ફાઈનલ માટે ભારત જે રીતે તૈયાર હતું, તેનાથી સ્પષ્ટ હતું કે- કોરિયન ખેલાડીઓ દ્વારા ડબલ્સ તાકાતનો સંપૂર્ણ લાભ લેવા માટે તેઓ પોતાના સિંગલ્સ ખેલાડીઓ પર સંપૂર્ણપણે નિર્ભર હતા.

પ્રથમ સેટ પણ આ પ્રકારનું હતું, જ્યારે ભાર્ગવ રામ અરિગેલા અને વિશ્વા તેજ ગોબ્બુરુની જોડી બોય્ઝ ડબલ્સની પ્રથમ મેચમાં ચો હ્યોંગ વુ અને લી હ્યોંગ વુ સામે 5-9થી હારી હતી. જોકે, ગર્લ્સની ડબલ્સ મેચમાં વેન્નાલા કે અને રેશિકા યૂની જોડીએ ચેઓન હ્યો ઈન અને મૂન ઈન સેઓને 10-9થી હરાવી એક પોઈન્ટનું અંતર ઘટાડ્યું, જે પછી રોનક ચૌહાણે ચોઈ આહ સેઉંગને 11-9થી હરાવી ટીમને એક પોઈન્ટના અંતરે પહોંચાડી હતી. જોકે, મિક્સ્ડ ડબલ્સમાં લી અને ચેઓન કે વિરુદ્ધ સી લાલરામસાંગા અને અન્યા બિષ્ટની 4-9થી હારનો અર્થ હતો કે-  ઉન્નતિ હુડ્ડાએ પોતાની હરીફ કિમ હાન બીના 9 પોઈન્ટ સુધી પહોંચતા પહેલા 15 પોઈન્ટ જીતવા જરૂરી હતા. પરંતુ કિમ 6-6ની બરાબરી થકી મજબૂત જોવા મળી, પરંતુ કિમ 6-6ની બરાબરીએ પહોંચી તો લાગ્યું કે સેટ ભારતના હાથમાંથી સરકી રહ્યો છે. જોકે, ઉન્નતિએ આકરી મહેનત, લાંબી રેલીઓ થકી સતત 5 પોઈન્ટ જીતી પોતાની હરીફ પર દબાણ બનાવ્યું અને સ્કોર 44-44ની બરાબરીએ પહોંચાડ્યો. જોકે, સેટ પોઈન્ટ પર તેની સર્વિસ નેટમાં પડી અને હતાશ ઉન્નતિએ નિરાશ થઈ રેકેટ છોડ્યું.

બીજા સેટ અગાઉ ભારતે 2 ફેરફાર કર્યા, જેમાં બોય્ઝ ડબલ્સમાં ગોબ્બુરુના સ્થાને લાલરામસાંગા અને બિષ્ટના સ્થાને વિશાખા ટોપ્પોની જોડી ઉતરી. તે પછી લાલરામસાંગા અને ભાર્ગવે ચો અને લી સામે 9-7થી જીત હાંસલ કરી ભારતને સકારાત્મક શરૂઆત અપાવી અને વેન્નાલા-રેશિકા એ આ લીડમાં 6 પોઈન્ટનો વધારો કર્યો હતો. જે પછી ભારતે પાછળ વળીને જોયું નહોતું અને જ્યારે ઉન્નતિ બીજા સેટ માટે કોર્ટ પર ઉતરી, ત્યાંસુધી ભારત 9 પોઈન્ટથી આગળ ચાલી રહ્યું હતું અને માત્ર સેટ જીતવાનો હતો.

ત્રીજા સેટના પ્રારંભમાં પણ લાલરામસાંગા અને ભાર્ગવની જોડીએ ભારતને 9-4ની લીડ અપાવી. પરંતુ વેન્નાલા અને રેશિકા પ્રથમ 10 પોઈન્ટ હાંસલ કર્યા બાદ લય ગુમાવી બેઠા તથા ચેઓન અને મૂનની કોરિયન જોડીએ પોતાની ટીમને 2 પોઈન્ટની લીડ અપાવી.જે પછી ચૌહાણે આગળ વધી ચોઈને 11-4થી હરાવી મેચની દિશા ભારતની તરફેણમાં કરી અને ભારતને 5 પોઈન્ટની લીડ અપાવી. લાલરામસાંગા અને બિષ્ટે ફરીવાર આ લીડને 7 પોઈન્ટ સુધી લંબાવી તથા ફરી ઉન્નતિએ કિમને 9-4થી હરાવી જીતની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.

બીજા સેટમાં રણનીતિમાં કરેલા ફેરફારો પર વાત કરતા ભારતના ડબલ્સ કોચ એવા રશિયાના ઈવાન સોજોનોવ એ કહ્યું કે,‘આ ફેરફાર એટલે કર્યા કારણ કે- ગોબ્બુરુ અને બિષ્ટ સ્થિતિના દબાણનો અનુભવ કરી રહ્યાં હતા અને કોરિયન ખેલાડીઓને મહાત આપવા તેમણે અમુક સુધાર કરવાની જરૂર હતી. હું લાલરામસાંગાની રમવાની સ્ટાઈલ અને ઉન્નતિના દબાણમાં સ્થિતિ સંભાળવાની પદ્ધતિથી પ્રભાવિત થયો.’

ભારતીય બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી સંજય મિશ્રા સ્પષ્ટ રીતે ઘણાં ખુશ હતા, કારણ કે- બીએઆઈ અને ટીમ મેનેજમેન્ટની નજર મિશ્રિત ટીમ મેડલ જીતવા પરહતી. તેમણે આગળ જણાવ્યું કે,"ખેલાડીઓ ગત અમુક મહિનાથી આ મેદાન પર તૈયારી કરી રહ્યાં હતા અને અમને વિશ્વાસ હતો કે જો તેઓ પોતાની ક્ષમતા અનુસાર રમશે તો મેડલ જીતી શકે છે. મને આનંદ છે કે- આજે જરૂરતના સમયે તમામે પોતાનું યોગદાન આપ્યું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે- તેઓ ઈન્ડોનેશિયાને હરાવી ફાઈનલમાં પહોંચવાની ક્ષમતા ધરાવે છે."