Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ashwin question Harshit Rana's selection for Australia tour

IND vs AUS / 'સિલેક્ટર્સ તેને કેમ પસંદ કરી રહ્યા છે?' હર્ષિત રાણાના સિલેકશન પર અશ્વિને ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / 'સિલેક્ટર્સ તેને કેમ પસંદ કરી રહ્યા છે?' હર્ષિત રાણાના સિલેકશન પર અશ્વિને ઉઠાવ્યા સવાલ
સોર્સ : GSTV

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI સિરીઝ માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાના સિલેકશન પર સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. રાણાના સિલેકશન છતાં તેણે ભારતીય ટીમ માટે મર્યાદિત મેચ રમી છે, પરંતુ  તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ઘણા લોકોએ તેના સિલેકશન માટે KKR અને કોચ ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધોને જવાબદાર ગણાવ્યા છે.

App Store

'સિલેકશન મિટિંગમાં હાજરી આપવા પર...'

અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં કહ્યું, "મને સમજાતું નથી નથી કે સિલેક્ટર્સ તેને કેમ પસંદ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે હું સિલેકશન મિટિંગમાં હોત અને જાણતો હોત કે તેને શા માટે સામેલ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે તેની પાછળ કારણ એ છે કે ઓસ્ટ્રેલિયામાં, આપણને એક એવા ફાસ્ટ બોલરની જરૂર છે જે બેટિંગ પણ કરી શકે. કદાચ કોઈ માને છે કે તે આઠમા નંબર પર ઉપયોગી થઈ શકે છે. પરંતુ મને તેની બેટિંગ ક્ષમતા વિશે ખાતરી નથી."

બોલિંગ ક્ષમતાની પ્રશંસા કરી

અશ્વિન રાણાના સિલેકશન સાથે સંપૂર્ણપણે સહમત નથી, પરંતુ તેણે તેની બોલિંગ ક્ષમતાની પ્રશંસા કરી હતી. અશ્વિને કહ્યું, "હર્ષિત ચોક્કસપણે બોલિંગમાં ક્ષમતા ધરાવે છે. જો કોઈ કહે કે તેની પાસે કૌશલ્ય નથી, તો હું તેને નહીં સ્વીકારું. કેટલીક પસંદગીઓ એટલા માટે થાય છે કારણ કે તમે ખેલાડીને નજીકથી જુઓ છો અને તેના પર વિશ્વાસ કરો છો. આજે, દરેક વ્યક્તિ રવિન્દ્ર જાડેજાને એક મહાન ખેલાડી માને છે, પરંતુ એક સમય હતો જ્યારે લોકો તેને શા માટે પસંદ કરવામાં આવી રહ્યો છે તે અંગે પ્રશ્ન ઉઠાવતા હતા." અંગત અનુભવો શેર કરતા, અશ્વિને કહ્યું કે તેની પોતાની પસંદગી પર પણ ક્યારેક પ્રશ્ન ઉઠાવવામાં આવતો હતો, છતાં તેણે પોતાની ક્ષમતા સાબિત કરી.

'.. ત્યારે જ તમે સમજી શકશો કે તે ખાસ છે કે નહીં'

હર્ષિત રાણાના સિલેકશન અંગે, અશ્વિને નિષ્કર્ષ કાઢ્યો, "ઘણા લોકો પોતાની ધારણાઓના આધારે નિર્ણયો લે છે. પરંતુ જ્યારે આપણે તેનો મેદાન પર સામનો કરીશું ત્યારે જ આપણને ખબર પડશે. હર્ષિત રાણા કેટલાક દૃષ્ટિકોણથી અલગ લાગી શકે છે. પરંતુ જ્યારે તમે તેની બોલિંગનો સામનો કરો છો, ત્યારે જ તમે સમજી શકશો કે તેની પાસે કંઈક ખાસ છે. ટીમમાં સિલેક્ટ થવાની લાયકાત ગૌણ મુદ્દો છે, પરંતુ તેની પાસે તે એક્સ ફેક્ટર છે. પરંતુ જો મને પૂછવામાં આવે કે શું તેને અત્યારે સિલેક્ટ કરવો જોઈએ, તો તે ખૂબ જ શંકાસ્પદ છે."