મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SL T20I: શ્રીલંકાએ ટોસ જીત્યું, ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું

આજે પલ્લેકેલે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. શ્રીલંકાએ ટો

IND vs SL T20I: શ્રીલંકાએ ટોસ જીત્યું,  ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું

આજે પલ્લેકેલે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. ટોસનો સમય 6.30 હતો. જોકે, વરસાદના વિક્ષેપને કારણે ટોસમાં વિલંબ થયો હતો.

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ મેચ 43 રનથી જ્યારે બીજી મેચ સાત વિકેટે જીતી હતી. સૂર્યા બ્રિગેડની નજર મંગળવારે શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવા પર હશે. આ સાથે જ ચારિથ અસલંકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમ જીત સાથે શ્રેણીનો અંત લાવવાની કોશિશ કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા (કેપ્ટન), ચામિન્દુ વિક્રમસિંઘે, વાનિન્દુ હસરાંગા, રમેશ મેન્ડિસ, મહેશ થેકશાના, મતિશા પાથિરાના, અસિતા ફેરનંદ.

આ સમાચાર શેર કરો