Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 5th T20I Narendra Modi Stadium pitch report

IND vs SA / અમદાવાદમાં રનનો થશે વરસાદ કે બોલરનો રહેશે જલવો? જાણો કેવી હશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / અમદાવાદમાં રનનો થશે વરસાદ કે બોલરનો રહેશે જલવો? જાણો કેવી હશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ જે લખનૌમાં રમાવાની હતી, તે રદ્દ થવાથી સિરીઝ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. હાલમાં 2-1થી આગળ રહેલી ટીમ ઈન્ડિયાની નજર છેલ્લી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા પર હશે, જ્યારે આફ્રિકન છેલ્લી ટીમ મેચ જીતીને આ સિરીઝ ડ્રો કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો વચ્ચે T20I સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં બધાની નજર પિચ પર છે. ચાલો તમને જણાવીએ કે છેલ્લી મેચ માટે પિચ કેવી હોઈ શકે છે.

App Store

અમદાવાદની પિચ પર બેટ્સમેનનો દબદબો હોઈ શકે છે

અમદાવાદ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચમી T20I મેચની પિચ બેટિંગ માટે યોગ્ય હોવાની શક્યતા છે. ઝડપી આઉટફિલ્ડને કારણે અહીં ઘણીવાર મોટા સ્કોર બન્યા છે. નવી બોલ સાથે ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળવાની અપેક્ષા છે. વધુમાં મેદાન મોટું હોવાને કારણે બેટ્સમેનોએ સ્પિનર્સ સામે મોટા શોટ રમવા માટે સારી ટાઈમિંગની જરૂર પડશે.

બીજી ઈનિંગ દરમિયાન ઝાકળ પડવાની પણ અપેક્ષા છે, જેના કારણે ટોસ મહત્ત્વપૂર્ણ બને છે, અહીં જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બોલિંગ પસંદ કરે તેવી શક્યતા છે. અહીં અત્યાર સુધી રમાયેલી સાત T20I મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમ ચાર વખત જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમ ત્રણ વખત જીતી છે. અહીં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 180થી 185 રનની વચ્ચે રહ્યો છે.

બધાની નજર કેપ્ટન સૂર્યા પર રહેશે

સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝની છેલ્લી મેચમાં બધાની નજર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર રહેશે, જે અત્યાર સુધી બેટથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રરહ્યો છે. શુભમન ગિલ આ મેચ પણ મિસ કરે તેવી અપેક્ષા છે, જેના કારણે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહ પણ પરત ફરે તેવી શક્યતા છે.