2 દિવસમાં બે કિલો વજન ઘટ્યું, 7થી 10 દિવસનો આરામ... યશસ્વી જયસ્વાલના સ્વાસ્થ્ય અંગે આવ્યું અપડેટ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલના સ્વાસ્થ્ય અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં યશસ્વીનું 2 કિલો વજન ઘટ્યું છે અને તેને 7થી 10 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા સામેની મેચ દરમિયાન યશસ્વીની તબિયત અચાનક બગડી ગઈ હતી.
સમસ્યા વધવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શરૂઆતમાં, યશસ્વીને પેટમાં સોજો હોવાનું નિદાન થયું હતું. જોકે, સીટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડમાં જાણવા મળ્યું કે યશસ્વી ગેસ્ટ્રોએન્ટેરિટિસથી પીડાઈ રહ્યો છે.
યશસ્વીના સ્વાસ્થ્ય અંગે અપડેટ
યશસ્વી જયસ્વાલને હાલ માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે મુંબઈ પાછો ફર્યો છે. આનો અર્થ એ છે કે તે આગામી થોડા દિવસો માટે ક્રિકેટથી દૂર રહેશે.
એક સૂત્રએ યશસ્વીના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા કહ્યું, "તે ફૂડ પોઈઝનિંગ છે. તેણે પુણેની કોઈ હોટલમાં કંઈક ખાધું હશે, જેના કારણે આ થયું હશે. યશસ્વીને તે સમયે દુખાવો થતો હતો, પરંતુ સમયસર સારવારને કારણે હવે તેની હાલત ઘણી સારી છે. યશસ્વીનું છેલ્લા 2 દિવસમાં 2 કિલો વજન ઘટ્યું છે અને ડોક્ટર્સે તેને 7થી 10 દિવસ આરામ કરવાની સલાહ આપી છે."
એવું માનવામાં આવે છે કે યશસ્વીને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયા લાગશે. આનો અર્થ એ છે કે તે વિજય હજારે ટ્રોફીની શરૂઆતની મેચો મિસ કરી શકે છે.
BCCI પણ નજર રાખી રહ્યું છે
BCCI પણ યશસ્વી જયસ્વાલના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે. આવતા મહિને ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વ્હાઈટ બોલ સિરીઝ રમશે, જેમાં યશસ્વી પણ ODI ટીમનો ભાગ હશે. લેફટી બેટ્સમેને સાઉથ આફ્રિકા સામેની તાજેતરની ODI સિરીઝની ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 121 બોલમાં શાનદાર 116 રનબનાવ્યા હતા. યશસ્વીએ તેની ઈનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને બ2 છગ્ગા ફટકાર્યા હતા. જો તે ન્યુઝીલેન્ડ સામે રમે છે તો ટીમ મેનેજમેન્ટ તેની પાસેથી આવા જ પ્રદર્શનની આશા રાખશે.

