Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 2nd test Indian team got all out in 201 runs in first inning

IND vs SA / યાનસન સામે ફ્લોપ ગયા ભારતીય બેટ્સમેન, ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / યાનસન સામે ફ્લોપ ગયા ભારતીય બેટ્સમેન, ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આજે (24 નવેમ્બર) મેચનો ત્રીજો દિવસ છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં ફક્ત 201 રન બનાવી શકી. આ સાથે સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગના આધારે 288 રનની લીડ મેળવી છે. જોકે, સાઉથ આફ્રિકાએ ભારતને ફોલોઓન નથી આપ્યું અને ટીમ બેટિંગ કરી રહી છે.

App Store

આ મેચમાં સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 489 રન બનાવ્યા હતા. રિષભ પંતની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ સિરીઝ ડ્રો કરવા માટે આ મેચ જીતવી જરૂરી છે. ટીમ ઈન્ડિયાને કોલકાતા ટેસ્ટ મેચમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે, ભારત સિરીઝમાં 0-1થી પાછળ છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 58 રન બનાવ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 48 રન બનાવ્યા. તેમના સિવાય અન્ય બેટ્સમેનો સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર માર્કો યાનસેને સૌથી વધુ 6 વિકેટ લીધી. સ્પિનર ​​સાઈમન હાર્મરે 3 અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી.