Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 2nd T20I pitch report and probable playing eleven

IND vs SA / મુલ્લાનપુરમાં બેટ્સમેન કે બોલર કોનો રહેશે દબદબો? જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / મુલ્લાનપુરમાં બેટ્સમેન કે બોલર કોનો રહેશે દબદબો? જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની પહેલી મેચ મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી, આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 101 રનના એકતરફી માર્જિનથી જીત મેળવી હતી. આ T20I સિરીઝની બીજી મેચ 11 ડિસેમ્બરે મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિન્દ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ફરી એકવાર બધાની નજર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે. પિચ પર પણ ધ્યાન રહેશે, આ મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

App Store

ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે

મહારાજા યાદવિન્દ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ હજુ સુધી ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી, પરંતુ ત્યાં IPL મેચ રમાઈ છે. બેટ્સમેનોએ આ સ્ટેડિયમ પર સ્પષ્ટપણે પ્રભુત્વ જમાવ્યું છે, ઝાકળના કારણે બીજી ઈનિંગમાં રન બનાવવાનું સરળ બન્યું છે. અહીં અત્યાર સુધીમાં 11 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમે 6 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમે 5 વખત જીત મેળવી છે. પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર લગભગ 170 રન રહ્યો છે, તેથી પહેલા બેટિંગ કરતી ટીમે ઓછામાં ઓછા 200 રનનો ટાર્ગેટ રાખવો પડશે.

ફરી એકવાર શુભમન ગિલ પર રહેશે બધાની નજર

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પ્રથમ T20Iમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર તે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, આમાં શુભમન ગિલ પણ સામેલ હતો. તેથી, મુલ્લાનપુરમાં રમાનારી બીજી T20Iમાં ગિલના પ્રદર્શન પર બધાની નજર રહેશે. વધુમાં, કેપ્ટન સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ મહત્ત્વપૂર્ણ રહેશે, જે પહેલી મેચમાં બેટિંગમાં નિષ્ફળ ગયો હતો.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવોલ્ડ બ્રેવિસ, ડોનોવન ફેરેરા, જોર્જ લિન્ડે, માર્કો યાનસન, કોર્બિન બોશ, એનરિચ નોર્ટજે, લુથો સિપામલા.