IND vs NZ / 402 રનમાં સમેટાઈ ન્યુઝીલેન્ડની ટીમ, ભારતની બીજી ઈનિંગ શરૂ... શું ડ્રો માટે રમશે ટીમ ઈન્ડિયા?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. હવે ભારતીય ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી આવ્યા છે.
ભારતની પ્રથમ ઈનિંગના 46 રનના જવાબમાં ન્યુઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ રીતે ન્યુઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી છે. ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ ભારત તરફથી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર હતા, તેમણે 3-3 વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લેથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યો છે.






