Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs ENG Manchester test 2nd day highlights

IND vs ENG / સેન્ચુરી ચૂકી ગયા ક્રોલી અને ડકેટ, ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે ફટકારી અડધી સદી

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / સેન્ચુરી ચૂકી ગયા ક્રોલી અને ડકેટ, ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે ફટકારી અડધી સદી
સોર્સ : GSTV

માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો બીજો દિવસ સંપૂર્ણપણે ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. પહેલા ઈંગ્લેન્ડના બોલરોએ અને પછી બેટ્સમેનોએ પણ ભારતીય ટીમ પર પ્રભુત્વ જમાવ્યું. ઈજાગ્રસ્ત રિષભ પંતને બેટિંગ કરતા જોવો ભારતીય ટીમ માટે ખુશીની ક્ષણ હતી.

App Store

પગમાં ફ્રેક્ચર હોવા છતાં પંત બેટિંગ કરવા આવ્યો અને અડધી સદી ફટકારી. ઈંગ્લેન્ડ માટે, ઓપનર ઝેક ક્રોલી અને બેન ડકેટ સદી ચૂકી ગયા. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 225 રન બનાવી લીધા છે. ભારત પાસે 133 રનની લીડ છે.

જાડેજા સસ્તામાં આઉટ થયો

પહેલા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમનો સ્કોર 83 ઓવર પછી 264/4 હતો. રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 19-19 રન બનાવી અણનમ રહ્યા હતા. બીજા દિવસે ભારતની ઈનિંગની 85મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા કેચ આઉટ થયો હતો. સતત 4 અડધી સદી ફટકારનાર જાડેજા ફક્ત 20 રન જ બનાવી શક્યો હતો. આ પછી, ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે ઈનિંગ સંભાળી અને 48 રન ઉમેર્યા. 102મી ઓવરમાં, બેન સ્ટોક્સે શાર્દુલને પોતાની જાળમાં ફસાવ્યો.

પંત બેટિંગ કરવા આવ્યો

આ પછી, જે બન્યું તેની ફેન્સ કલ્પના પણ નહતા કરી શકતા. રિષભ પંત પગમાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા આવ્યો. રિટાયર્ડ હર્ટ થયા પહેલા 37 રન બનાવનાર પંતે 54 રનની ઈનિંગ રમી. આ સાથે, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. તેણે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો. એટલું જ નહીં, 2 સિક્સ ફટકારીને, પંતે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી.

વોશિંગ્ટને એક સારી ઈનિંગ રમી. તેણે 90 બોલનો સામનો કર્યો અને 27 રન બનાવ્યા હતા. પોતાની ડેબ્યુ ટેસ્ટ રમી રહેલો અંશુલ કંબોજ ખાતું પણ ન ખોલી શક્યો. જસપ્રીત બુમરાહે 4 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ 5 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરને પણ 3 સફળતા મળી હતી.

ઓપનિંગ જોડી સદી ચૂકી ગઈ

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં ખૂબ જ તોફાની શરૂઆત થઈ. ઝેક ક્રોલી અને બેન ડકેટે પહેલી વિકેટ માટે 166 રન ઉમેર્યા. ભારતીય ફાસ્ટ બોલરો વિકેટ માટે ઝંખતા હતા. આવી સ્થિતિમાં, સ્પિનર રવિન્દ્ર જાડેજા આશાનું કિરણ બનીને આવ્યો. કેએલ રાહુલે તેના બોલ પર ક્રોલીનો શાનદાર કેચ પકડ્યો. ક્રોલી સદી ચૂકી ગયો. તેણે 113 બોલમાં 84 રન બનાવ્યા.

પોતાની ડેબ્યુ ટેસ્ટ રમી રહેલા કંબોજે ભારતને બીજી સફળતા અપાવી. તેણે બેન ડકેટને પોતાની જાળમાં ફસાવ્યો. ડકેટે 100 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંત સુધી, જો રૂટ 11 રન અને ઓલી પોપ 20 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.